લ્યો બોલો...1 લાખ 36 હજાર ઈંડા રસ્તા પર પડી ગયા, ડ્રાઈવરને ખબર જ ન પડી

Published: Sep 26, 2019, 19:32 IST | યૂએસ

જો તમે ઈંડા ભરેલો ટ્રક લઈને જઈ રહ્યા હો..તેમાંથી લાખો ઈંડા પડી જાય, અને તમને ખબર પણ ન પડે! આવું બને ખરા!

1 લાખ 36 હજાર ઈંડા રસ્તા પર પડી ગયા, ડ્રાઈવરને ખબર જ ન પડી
1 લાખ 36 હજાર ઈંડા રસ્તા પર પડી ગયા, ડ્રાઈવરને ખબર જ ન પડી

અમેરિકાના પેંસિલવેનિયાના રસ્તા પર થઈ ગયો ઈંડાઓનો ઢગલો. 1 લાખ 36 હજારથી વધુ ઈંડાઓ રસ્તા પર પડી ગયા અને સૌથી મોટી અને ધ્યાન ખેંચે તેવી વાત એ કે ડ્રાઈવરને ખબર પણ ન પડી. ચાલો જાણીએ આખી ઘટના...

બન્યું એવું કે, 66 વર્ષના માઈલ્સ એક ફાર્મથી ઈંડા અને તેમાંથી બનેલી વસ્તુઓ લઈને એલિઝાબેથ ટાઉન જઈ રહ્યા હતા. હવે રસ્તામાં કાંઈક એવું થયું કે ટ્રક આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો. ઈંડા તૂટી ગયા. આ ટ્રકમાં 11, 340 ડઝન ઈંડા હતા.(કેટલા નંગ થાય તે તમે હિસાબ કરી લો!). સાથે જ 2260 ગેલન ઈંડાથી બનેલી પ્રોડક્ટ પણ હતી. આટલા બધા ઈંડા રસ્તા પર પડી ગયા અને ડ્રાઈવર ભાઈ તો ખબર નહીં કઈ ધૂનમાં હતા..તો એમને ખબર જ ન પડી બોલો..

eggs on road

માઈલ્સ, એટલે કે આપણા બેધ્યાન ડ્રાઈવરભાઈ તો ટ્રક ચલાવતા રહ્યા, ચલાવતા રહ્યા અને ટ્રકમાંથી ઈંડા પડતા રહ્યા. રસ્તા પર ઈંડાનું સામ્રાજ્ય છવાઈ ગયું. જેના કારણે રૂટ નંબર 125 કલાકો સુધી બંધ રાખવો પડ્યો. હાલ ઘટનાની તપાસ થઈ રહી છે. જેમાં ઓવરલોડિંગ હતું કે કેમ તેની પણ તપાસ થશે.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK