મહિલાને જીવતો ઓક્ટોપસ ખાવો'તો, ઓક્ટોપસે ભર્યું બચકું !!

Published: May 10, 2019, 08:30 IST | ચીન

ચીનમાં એક બ્લૉગર મહિલા લોકલ ફોટો શૅરિંગ ઍપ પર લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી જેમાં તે જીવતો ઑક્ટોપસ ખાવાની કોશિશ કરી રહી હતી.

ચીનમાં એક બ્લૉગર મહિલા લોકલ ફોટો શૅરિંગ ઍપ પર લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી જેમાં તે જીવતો ઑક્ટોપસ ખાવાની કોશિશ કરી રહી હતી. જોકે મહિલાએ હાથમાં પકડેલા ઑક્ટોપસને જેવો મોઢા પાસે લઈને ચાવવાની કોશિશ કરી કે તરત ઑક્ટોપસે બીજા ટેન્ટેકલ્સ અને મોઢાથી મહિલાનું નાક અને ગાલ પકડી લીધાં. એની પકડ એટલી મજબૂત હતી કે નાક અને ગાલ ખેંચાઈ ગયાં પણ પકડ ન છૂટી. મહિલા દર્દથી તડપી ઊઠી અને ખૂબ ખેંચ્યા છતાં ઑક્ટોપસનું બટકું છૂટ્યું નહીં. ખાસ્સી એક મિનિટ પછી જ્યારે મહિલાએ બેઉ હાથે ઑક્ટોપસ ખેંચ્યો ત્યારે પકડ છૂટી, પણ ગાલ અને નાક પર લોહી નીકળી આવ્યું. મહિલાને હતું કે તે ઑક્ટોપસ ખાઈને ફેમસ બની જશે, પરંતુ થયું ઊલટું જ. ઑક્ટોપસના બટકાને લીધે તેનો વિડિયો લાખો વાર જોવાઈ ચૂક્યો છે અને સોશ્યલ મીડિયા પર તેની ભરપૂર આલોચના થઈ રહી છે.

આ પણ વાંચોઃ ઇટાલિયન ટાઉનમાં 500 ઘર 77 રૂપિયામાં વેચાવા નીકળ્યાં

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK