Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇટાલિયન ટાઉનમાં 500 ઘર 77 રૂપિયામાં વેચાવા નીકળ્યાં

ઇટાલિયન ટાઉનમાં 500 ઘર 77 રૂપિયામાં વેચાવા નીકળ્યાં

08 May, 2019 10:15 AM IST | સિસિલી

ઇટાલિયન ટાઉનમાં 500 ઘર 77 રૂપિયામાં વેચાવા નીકળ્યાં

ગામનાં લગભગ ૫૦૦ ઘર ખાલી પડ્યાં

ગામનાં લગભગ ૫૦૦ ઘર ખાલી પડ્યાં


યુવાનો ઊંચી લાઇફ-સ્ટાઇલ માટે ગામડાં છોડીને શહેરમાં વસવાટ કરવા લાગ્યા હોવાની સમસ્યા ભારતની જેમ ઇટલીમાં પણ છે. ઇટલીમાં તો સિસિલી શહેર પાસેનું મુસોમેલી ગામ ઑલમોસ્ટ ખાલી થવા આવ્યું છે. ગામનાં લગભગ ૫૦૦ ઘર ખાલી પડ્યાં છે. સ્થાનિક ઑથોરિટીએ ગામને નિર્જન થતું બચાવવા માટે ખાલી પડેલાં ઘરોને સસ્તામાં વેચવાની સ્કીમ બહાર પાડી છે. અલગ-અલગ સાઇઝ અને શેપનાં ઘરોની કિંમત માત્ર એક યુરો એટલે કે ૭૭ રૂપિયા રાખવામાં આવી છે. અલબત્ત, એ સાથે કેટલીક શરતો છે. પહેલી શરત એ કે ઘર ખરીદનારે ૮૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૫.૫૫ લાખ રૂપિયા ડિપોઝિટપેટે ટાઉન ઑથોરિટી પાસે જમા કરાવવા પડશે.

આ પણ વાંચો : વર્કઆઉટ પૅન્ટમાં એક ફુટનો મગર છુપાવીને જતી મહિલા પકડાઈ



બીજી શરત એ કે ઘર ખરીદ્યાનાં ત્રણ જ વર્ષમાં તેમણે ઘરનું રિનોવેશન કરવું ફરજિયાત છે. રિનોવેશનમાં પણ ટાઉનના નિયમોનું પાલન જરૂરી છે. જો નિયમોમાં કોઈ ભૂલ કરી અથવા તો રિનોવેશન ત્રણ વર્ષમાં ન કરાવ્યું તો ઘર ખાલી કરી દેવું પડશે અને ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. ટાઉન ઑથોરિટીના અંદાજ મુજબ રિનોવેશનનો ખર્ચ લાખો રૂપિયામાં થશે. આ જ કારણસર ૭૭ રૂપિયામાં મળતાં ઘરો ખરીદવામાં લોકો ખચકાઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 10:15 AM IST | સિસિલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK