Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીજેપી સિવાય કોઈ સરકાર નહીં બનાવી શકે : ચંદ્રકાંતદાદા પાટીલ

બીજેપી સિવાય કોઈ સરકાર નહીં બનાવી શકે : ચંદ્રકાંતદાદા પાટીલ

16 November, 2019 11:45 AM IST | Mumbai

બીજેપી સિવાય કોઈ સરકાર નહીં બનાવી શકે : ચંદ્રકાંતદાદા પાટીલ

ચંદ્રકાન્ત દાદા પાટીલ

ચંદ્રકાન્ત દાદા પાટીલ


શિવસેના, એનસીપી-કૉન્ગ્રેસની સરકાર બનાવવાની કવાયત લગભગ અંતિમ તબક્કામાં છે ત્યારે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલે કહ્યું કે રાજ્યમાં ચૂંટાઈ આવેલી બેઠકો અને મતદાનની ટકાવારીમાં બીજેપી નંબર વન રહી છે એટલે બીજેપી વગરની સરકાર નહીં જ બને. જે પક્ષ પાસે ૧૧૯ વિધાનસભ્યો હોય એને ગણતરીમાં લીધા વિના કોઈ પણ સરકાર નહીં બનાવી શકે. આથી આગામી સરકાર બીજેપીની જ હશે એવો દાવો તેમણે ગઈ કાલે કર્યો હતો. આ નિવેદનથી અનેક તર્ક-વિતર્ક લગાવાઈ રહ્યા છે.

પત્રકાર પરિષદમાં ચંદ્રકાંત પાટીલે ગયા ત્રણ દિવસથી બીજેપીની ચાલી રહેલી ચિંતન બેઠકની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારી પણ રાજકીય ગતિવિધિઓ પર નજર છે. બીજેપીના ૧૦૫ વિધાનસભ્યો છે અને ૧૪ અપક્ષોએ અમને ટેકો જાહેર કર્યો છે. આથી અમારા સિવાય કોઈ સરકાર નહીં બનાવી શકે. દેવેન્દ્ર ફડણવીસે પણ આજની બેઠકમાં આ જ સ્પષ્ટતા કરી હતી કે અમારી કોઈ સાથે કોઈ ચર્ચા નથી ચાલી રહી. ગયા ત્રણ દિવસથી ચાલી રહેલી ચિંતન બેઠકમાં વિધાનસભા ચૂંટણીનું વિશ્લેષણ કરાયું હતું. એક પ્રેઝન્ટેશનના માધ્યમથી બીજેપી કેવી રીતે નંબર વન છે એ પણ આ સમયે દર્શાવાયું હતું.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

રાજ્યમાં બીજેપીને સૌથી વધુ ૧ કરોડ ૪૨ લાખ મત મળ્યા છે એ પછી એનસીપીને ૯૨ લાખ અને શિવસેનાને ૯૦ લાખ મત મળ્યા છે. બીજેપીએ અગાઉની વિધાનસભા ચૂંટણીમાં ૨૬૨ બેઠકો પર ચૂંટણી લડી હતી એમાંથી ૧૨૨ બેઠકોમાં વિજય મળ્યો હતો. આ વખતે ૧૬૪ વિધાનસભા લડીને ૧૦૫ બેઠક મેળવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 11:45 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK