દિલ્હીમાં ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 1000ને પાર, ફ્લાઈ્ટસ કરાઈ ડાઈવર્ટ

Published: Nov 03, 2019, 15:45 IST | નવી દિલ્હી

દિલ્હીમાં પ્રદૂષણ સતત ખતરનાક સ્તર પર પહોંચી રહ્યું છે. આજે શહેરમાં પ્રદૂષણની માત્રા વધી જતા ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવાની નોબત આવી છે.

રાજધાનીની હવા થઈ રહી છે ખરાબ
રાજધાનીની હવા થઈ રહી છે ખરાબ

દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણ ખતરનાક સ્થિતિએ પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજા આંકડાઓ પ્રમાણે, દિલ્હીમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ એક હજારને પાર પહોંચી ગયો છે. ત્યાં જ ખરાબ હવામાનના કારણે હવાઈ સેવા પર અસર પડી છે.

એએનઆઈના પ્રમાણે ઓછી વિઝિબિલિટીના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટથી 32 ફ્લાઈટ્સને ડાઈવર્ટ કરવામાં આવી છે. ટર્મિનલ 3થી જયપુર, લખનઊ અને અમૃતસર જતી 12 ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી છે.

દિલ્હીની મોટાભાગની જગ્યાઓ પર પીએમ 2.5નું સ્તર 668 અને પીએમ 10નું સ્તર 999 પહોંચી ગયું છે. પટપડગંજમાં સવારે 11 વાગ્યા સુધી પીએમ 2.5નું સ્તર 917 જ્યારે પીએમ 10નું સ્તર 999 હતું, તો પંજાબી બાગમાં પીએમ 2.5નું સ્તર 973 જ્યારે પીએમ 10નું સ્તર 999 હતું. આનંદ વિહારમાં પીએમ 2.5નું સ્તર 917 જ્યારે પીએમ 10નું સ્તર 999 હતું.


સોનિયા વિહારમાં પીએમ 2.5નું સ્તર 668 જ્યારે પીએમ 10નું સ્તર 999 હતું. તો આઈટીઆઈ શાહદરા અને ઝિલમિલ ઔદ્યોગિક વિસ્તારમાં પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર 999 નોંધાયું છે. કુલ મળીને દિલ્હીમાં રવિવારની સવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી. હળવો વરસાદ થવા છતા પણ લોકોને હજી સુધી પ્રદૂષણથી રાહત નથી મળી. હવાની ગુણવત્તા ખરાબ હોવાના કારણે વિઝિબિલિટી પણ ઓછી હતી.

નોએડા અને ગાઝિયાબાદમાં પણ પ્રદૂષણની અસર જોવા મળી રહી છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને શ્વાસ લેવામાં સમસ્યા પડી રહી છે અને આંખોમાં બળતરા થઈ રહી છે. દિલ્હી પાસે આવેલા ફરિદાબાદમાં લોકોને ગળામાં ઈન્ફેક્શન પણ થઈ રહ્યું છે.

પ્રદૂષણને લઈને ઝીરો ટોલરન્સની નીતિ પર ચાલી રહેલી દક્ષિણ દિલ્હી નગર નિગમે પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા પુનઃવિકાસ કાર્ય પર 20 લાખનો દંડ કર્યો છે. નિગમે પાંચ પાંચ લાખના ચાર ચલણ કાપ્યા છે અને ત્રણ દિવસમાં પૈસા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK