Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નવસારીઃ3.50 કરોડની જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા

નવસારીઃ3.50 કરોડની જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા

11 February, 2019 12:18 PM IST | નવસારી
દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

નવસારીઃ3.50 કરોડની જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા

જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા

જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા


નોટબંધી ત્રણ વર્ષ થવા છતાંય હજી જૂની ચલણી નોટ પકડાવાના કિસ્સા સામે આવી રહ્યા છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં જૂની ચલણી નોટો પકડાઈ રહી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે 3.5 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે.

નવસારી ક્રાઈમ બ્રાંચે જૂની ચલણી નોટ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ નવસારીના ઉંડાચ ગામ નજીકથી ચાર શખ્સોને જૂની ચલણી નોટોના જથ્થા સાથે પકડી પડાયા છે.



નવસારી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમીને આધારે આ ચારેય શખ્સો ઝડપાઈ ગયા. નેશનલ હાઈવે નંબર 48 પરથી એક કારમાં આ ચારેય શખ્સો જૂની ચલણી નોટો લઈને જઈ રહ્યા હતા, ત્યારે જ લોકલ ક્રાઈમ બ્રાંચે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા.


આ પણ વાંચોઃ નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ

પ્રાથમિક પૂછપરછમાં આ જૂની ચલણી નોટ મુંબઈની અલગ અલગ જગ્યાએથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તે કોને આપવાના હતાં અને ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 12:18 PM IST | નવસારી | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK