ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ જિલ્લાના બબુરાહા ટોલા ગામમાં બુધવારે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં બેભાન મળેલી ત્રણ બહેનોમાંથી બેનાં મૃત્યુ થઈ ગયાં હતાં. ત્રીજીની હાલત ગંભીર છે. તેમનાં મૃત્યુ ઝેરથી થયાં હોવાની વાતને પ્રથમદર્શી પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. અધિકારીક સૂત્રોએ જણાવ્યાનુસાર મોતનું કારણ બનનારા ઝેરના પ્રકાર વિશે વધુ માહિતી મેળવવા તપાસ કરવામાં આવશે. દરમ્યાન કાનપુરની રીજન્સી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલી ત્રીજી યુવતીની સ્થિતિ હજી પણ ગંભીર જણાવાઈ રહી છે.
ઉન્નાવના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે કહ્યું હતું કે યુવતીની સારવારનો પૂરો ખર્ચ ઉત્તર પ્રદેશ ઉપાડશે.
આઇન્સ્ટાઇન કે વાઇરસ?
24th February, 2021 07:27 ISTપ્રયાગરાજના નાવિકોની પોલીસની સતામણી સામેની લડતમાં પ્રિયંકા ગાંધીનો ટેકો
22nd February, 2021 11:39 ISTઆઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે
18th February, 2021 09:22 ISTએક્સપ્રેસ ટ્રેનનો કોચ બે વખત છૂટો પડી જતાં લોકલ મોડી પડી
12th February, 2021 10:25 IST