નરેન્દ્ર મોદીએ ફેવરિટ બંધ ગળાનું મોદી જૅકેટ પહેરીને શપથ લીધા

Published: May 31, 2019, 10:59 IST | દિલ્હી

૨૦૧૪માં પણ તેમણે આવાં જ કપડાં પહેરીને પહેલી વખત વડા પ્રધાનપદના સોગંદ લીધા હતા

Image Courtesy : Pallav Paliwal
Image Courtesy : Pallav Paliwal

વારાણસીમાંથી જંગી મતોથી વિજયી થયેલા નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ ભવનમાં વડા પ્રધાનપદના શપથ લીધા ત્યારે તેઓ એમના ફેવરિટ મોદી જૅકેટ અને ચુસ્ત ચૂડીદારમાં સજ્જ થઈને આવ્યા હતા. ૨૦૧૪માં પણ તેમણે બંધ ગળાનું જૅકેટ અને ચૂડીદાર પહેરીને જ વડા પ્રધાનપદના સોગંદ લીધા હતા.

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ગ્રે કલરના જૅકેટ અને સફેદ ચૂડીદારમાં શપથ લીધા હતા. આ વખતે પણ તેમણે લગભગ એવાં કપડાં પહેર્યા હતાં. ધ્યાનથી નજર કરીએ તો બીજા કેટલાક પણ ફેરફાર આ વખતે મોદીમાં જોવા મળ્યા. આ વખતે વડા પ્રધાને વજન ઘટાડ્યું હોવાનું, વાળ નાના કરેલા અને દાઢી વધુ થીક અને શૅપ કરેલી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK