Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Namaste Trump Live Updates: મોદી અને ટ્રમ્પ ભેટ્યા પાંચ વાર

Namaste Trump Live Updates: મોદી અને ટ્રમ્પ ભેટ્યા પાંચ વાર

25 February, 2020 12:07 PM IST | Ahmedabad
Mumbai Desk

Namaste Trump Live Updates: મોદી અને ટ્રમ્પ ભેટ્યા પાંચ વાર

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ યુએસ પ્રેસિડન્ટ આગ્રા જવા રવાના થયા

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ યુએસ પ્રેસિડન્ટ આગ્રા જવા રવાના થયા


ડોનાલ્ડ અને મેલેનિયા ટ્રમ્પ આગ્રા જવા માટે રવાના થઇ ચુક્યા છે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમાપ્ત થઇ. બંન્ને દેશના વડાઓએ એકબીજાને વખાણ્યા અને ડિફેન્સની ડીલની વાત કરી તથા પોતાની દોસ્તીનું પ્રદર્શન કર્યું.

નમસ્તે ટ્રમ્પની સાથે સાથે...



  • ટ્રમ્પે પોતાના ભાષણમાં મોદીને ચાય વાલાને બદલે ચીવાલા કહ્યું અને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
  • મોદી સ્વભાવે આકરા છે પણ લોકો તેમને પ્રેમ કરે છે તેવું કહ્યું ટ્રમ્પે.
  • ટ્રમ્પે કુલ 27 મીનિટ સુધી લોકોને સંબોધ્યા.
  • સાબરમતી આશ્રમની વિઝીટર્સ બુકમાં ગાંધી વિષે લખવાને બદલે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો.
  • મોદીએ કહ્યું કે ગાંધીની ભૂમી પર બંન્ને દેશોનો નવો અધ્યાય શરૂ થશે.
  • ગાંધી, સરદાર, વિવેકાનંદને યાદ કર્યા એટલે ટ્રમ્પનો મોદીએ આભાર માન્યો.
  • કુલ 39 કાર્સનો કાફલો ચાલ્યો ટ્રમ્પની મુલાકાત દરમિયાન.
  • અમદાવાદમાં ત્રણ કલાકની મુલાકાતમાં મોદી ટ્રમ્પ વચ્ચે પાંચ વાર થયા ઉષ્માભર્યા આલિંગન
  • અમેરિકાનાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટી સામે ભારતનાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનો ઉલ્લેખ કરી સરખામણી કરી. 

2.33 Donald Trump India Visit: Modi talks of New India

ટ્રમ્પનાં ભાષણ પછી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના અંતમાં ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે આજે 130 કરોડ ભારતવાસીઓ એક સાથે મળીને ન્યુ ઇન્ડિયાનું નિર્માણ કરી રહ્યા છે. અમારી યુવા શક્તિ પ્રેરણાસભર છે અને મોટું લક્ષ્ય રાખી તેને પ્રાપ્ત કરવું જોઇએ. આજે ન્યુ ઇન્ડિયાની ઓળખ બની રહી છે. પોતાના વક્તવ્યમાં મોદીએ પોતાની સરકારની સિદ્ધીઓ પણ ગણાવી અને કયા કાયદાઓ દૂર કર્યા વગેરેનો ઉલ્લેખ પણ કર્યો. 


2.33 Donald Trump India Visit: Love you India

ટ્રમ્પે કહ્યું કે આ સ્ટેડિયમમાં લાખો લોકો ઉપસ્થિત છે અને ભારત તેમના હૈયે ધબકે છે. ચાલો આપણે બંન્ને દેશો એકસાથે મળીને શક્તિશાળી નેતૃત્વના રૂપમાં આગળ વધીએ. ટ્રમ્પે ગોડ બ્લેસ ઇન્ડિયા, ગોડ બ્લેસ અમેરિકા, અને લવ યુ ઇન્ડિયા કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યુ હતું

2.28 Donald Trump India Visit: We will talk about various deals 

ટ્રમ્પે જણાવ્યું કે તેઓ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને અનેક વ્યાપારી સોદાની શક્યતાઓ અંગે પણ વાત કરશે. વળી તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, અમે ભારતમાં સૌથી ખતરનાક મિસાઇલ અને હથિયાર આપીશું. 

02.22 PM Donald Trump India Visit: India and USA are fighting agains terrorism

ટ્રમ્પે પોતાની સરકારની ઉપલબ્ધીઓ પણ જણાવી. તેણે કહ્યું કે ભારત અને અમેરિકા મિત્રતાની સાથે બિઝનેસનાં ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. વળી તેમણે પોતે અને મેલાનિયા સાથે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાતની પણ વાત કરી અને કહ્યું કે આ એ સ્થળ છે જ્યાં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તેમણે પોતે તાજમહેલ જવાના છે તેનો ઉલ્લેખ પણ કર્યો. ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામે લડત આપશે, મુસ્લિમ આતંકવાદ સામે અમેરિકા પણ લડત લડી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે આપણા દેશો મુસ્લિમ આતંકવાદના શિકાર છે જેની સામે અમે લડત આપી છે. અમેરિકાએ પોતાની રીતે ISISનો ખાત્મો બોલાવ્યો છે અને અલ બગદાદીને પણ ઠાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે અમે આતંકીઓ સામે કડક પગલાં લઇ રહ્યા છીએ, પાકિસ્તાન પર પણ અમેરીકાએ દબાણ વધાર્યું છે અને પાકિસ્તાને પણ આતંકવાદ સામે પગલાં લેવા જ પડશે કારણકે દરેક દેશને પોતાની સુરક્ષા સાચવવાનો અધિકાર છે. 

2.15 Donald Trump India Visit: Gujaratis in the US played a big role in the development there

ટ્રમ્પે ભારતના તહેવારો હોળી, દિવાળી વગેરેનો ઉલ્લેખ કર્યો તો સાથે હિંદુ, જૈન, મુસ્લિમ, શિખ જેવા અનેક ધર્મનાં લોકોનું અહીં એક સાથે રહેવું દેશની શક્તિ છે એમ કહ્યું. વળી અમરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોએ ત્યાં વિકાસમાં મોટો ફાળો આપ્યો છે એમ પણ કહ્યું. વળી અમેરિકામાં રહેવા વાળા ગુજરાતી બિઝનેસમેનની વાત કરી તેમણે થેંક્યુ કહ્યું કે તેમણે અમેરિકાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. 

2.12 Donald Trump India Visit: DDLJ and Bhangra are popular 

ટ્રમ્પે કહ્યું કે ભારતને આજે પોતાના લોકોમાં વિશ્વાસ દર્શાવે છે. અમેરિકા અને ભારતમાં ઘણી સમાનતાઓ છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે. ટ્રમ્પે વિવેકાનંદ, મહાત્મા ગાંધીનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે ભારત કઇ રીતે દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બનાવે છે તેનો ઉલ્લેખ કર્યો અને બૉલીવુજ આખા વિશ્વમાં આવકાર્ય છે તેમ કહ્યું. ટ્રમ્પે ભાંગડા અને DDLJની લોકપ્રિયતાની વાત પણ કરી. ટ્રમ્પે કહ્યુ ંકે ભારતે વિશ્વને સચિન અને વિરાટ જેવા મોટા ખેલાડીઓ આપ્યા છે. 

2.05 Donald Trump India Visit: Modi makes the impossible, possible

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે પીએમ મોદી ફક્ત ગુજરાતના નહીં પણ દેશ માટે ગર્વ છે, જે અશક્યને  શક્ય બનાવી શકે છે. વડાપ્રધાનની આગેવાનીમાં આજે ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આ વિકાસની યાત્રા વિશ્વ માટે એક મિસાલ છે. આજે ભારત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી શક્તિ બની ગયો છે. ભારતે એક દાયકાની અંદર જ કેટલાય કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢ્યા છે.

ડોનાલ્ડ ટ્ર્મ્પે આ દરમિયાન ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, વડાપ્રધાન આવાસ યોજના જેવી મોદી સરકારની કેટલીય યોજનાઓનો ઉલ્લેખ કર્યો. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે ભારત મોટી શક્તિ બનીને આગળ આવી રહ્યો છે, જે આ સૈકાની સૌથી મોટી વાત છે. શાંતિપૂર્ણ દેશ હોવાની સાથે આ વિકાસ તેમણે સિદ્ધ કર્યો છે.

2.00 Donald Trump India Visit:Donald Trump starts his speech 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત નમસ્તેથી કરી. ટ્રમ્પે કહ્યું કે ભારત આવવું તેમને માટે એક ગર્વની વાત છે. નરેન્દ્ર મોદીને ચેમ્પિયન કહી તેમણે ઉમેર્યું કે તે એવા ચેમ્પિયન છે જે ભારતને વિકાસની દિશામાં આગળ વધારી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે હું અને ફર્સ્ટ લેડી 8000 મીલની સફર કરીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિંદુસ્તાનનું દોસ્ત છે. અમેરિકા હિંદુસ્તાનનું સન્માન કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં એમ પણ કહ્યું કે પાંચ મહીના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. આજે ભારત અમારું સ્વાગત કરે છે જે અમારે માટે બહુ ખુશીની વાત છે. આજે અમે વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારું સ્વાગત કર્યું છે અને આજથી ભારત અમારે માટે સૌથી અગત્યનો મિત્ર રહેશે. 

1.48 Donald Trump India Visit: Modi delivers a welcome speech  મોટેરા પહોંચીને મોદીએ ટ્રમ્પનું અહીં ફરી સ્વાગત કર્યું અને આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત અને અમેરિકાની દોસ્તી અંગેના નારા પણ પોકારાવ્યા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની જાણકારી લોકોને આપ્યા બાદ મોદીએ જણાવ્યું કે કઇ રીતે અમેરિકન પ્રેસિડન્ટ સહ પરિવાર ભારત આવ્યા છે તથા સાબરમતી આશ્રમની મુલાકાત લઇને પછી મોટરા પહોંચ્યા છે. ગુજરાતની ધરતીને વખાણી મોદીએ કહ્યું કે આજે અહીં આખા ભારતનું દ્રશ્ય દેખાઇ રહ્યું છે. પોતે જ્યારે ટ્રમ્પને પહેલીવાર મળ્યા ત્યારે તેમને લાગ્યું કે આખરે હવે વ્હાઇટ હાઉસમાં કોઇ ભારતનો સાચો દોસ્ત છે એમ થયું હતું.  સ્વાગત પ્રવચનમાં અમેરિકા ભારતની દોસ્તી નવી ઉંચાઇએ પહોંચી છે એમ પણ કહ્યું. 

1.20 Donald Trump India Visit: Trump and Modi arrives at Motera stadium

મોટેરા પહોંચ્યા છે મોદી અને ટ્રમ્પ, થોડી ક્ષણોમાં 1 લાખ લોકોને અમેરીકી પ્રમુખ કરશે સંબોધન

12.50 Donald Trump leaves to address Namaste Trump મોટેરા જવા રવાના કાફલો

ડોનાલ્ડ ટ્રમ્પ અને નેરેન્દ્ર મોદી મોટેરા જવા નિકળી ગયા છે, જલ્દી સાંભળવા મળશે ટ્રમ્પનું જનતાને સંબોધન

12.45 Donald Trump visits Sabarmati Ashram સાબમતી આશ્રમમાં ગાળ્યો ટૂંકો સમય

મેલેનિયા ટ્રમ્પે ગાંધીજીને શ્રધ્ધાંજલી આપી, ટ્રમ્પને ચરખો કાંતતા ન ફાવ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ આપ્યું માર્ગદર્શન કે કેવી રીતે કામ કરે છે ચરખો. વિઝીટરસ્ બુકમાં ટ્રમ્પે લખ્યા પોતાના અનુભવો. મોદીએ ટ્રમ્પને સમજાવ્યુ ત્રણ વાંદરાઓનું મહત્વ ટૂંકા સમય માટે સાબમતી આશ્રમમાં હાજર રહ્યા પછી હવે વડાપ્રધાન અને ટ્રમ્પ સ્ટેડિયમ જવા નિકળી ગયા છે

12.40 Trump Visit to Sabarmati Ashram મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચેલા ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા ચરખે બેઠા, આશ્રમમાં તેમનું સ્વાગત સુતરની આંટીથી કરાયું. 

12.28 મોદી સાથે પહોંચ્યા છે ટ્રમ્પ સાબરમતીનાં પ્રાંગણમાં. ગાંધીજીનું હ્રદયકુંજ જોશે ટ્રમ્પ પરિવાર. મોદીએ કર્યું છે ટ્વીટ, ટ્રમ્પને કહ્યું છે વેલકમ ટૂ ઇન્ડિયા.

12.22  ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે કે કેમ તે અંગે ભારે શંકાનાં વમળો જામ્યા હતા જો કે ફાઇનલી ટ્રમ્પનો કાફલો સાબરમતી આશ્રમ તરફ જવા રવાના થયો છે. 

12.15 Donald trump road show રોડ શોની સાથે સાથે મોટેરા સુધી પહોંચવાના 22 કિલો મિટર લાંબા રસ્તા પર જાતભાતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે. ટ્રમ્પની પાછળની કારમાં છે પત્ની મેલાનિયા સાથે દિકરી ઇવાન્કા અને તેમના જમાઇ. ધીમી ગતીએ જતી કાર્સમાં બેઠાં પ્રેસિડન્ટનો પરિવાર સાંસ્કૃતિક કાર્યક્રમો માણી રહ્યો છે.

12.10 Donald Trump road show in Ahmadabad મોદી ટ્રમ્પનો રોડ શો અમદાવાદમાં શરૂ

12.05 Donald Trump Visit to India:  ટ્રમ્પ અને મેલેનિયા એરફોર્સ વનમાં અમદાવાદ પહોંચ્યા અને મોદી તથા અમિતશાહે તેમનું સ્વાગત કર્યું છે. નાચ ગાન વચ્ચે મોંઘેરા મહેમાનની પધરામણી અમદાવાદમાં થઇ ચુકી છે. મોદીએ ખેસ પહેરાવીને કર્યું અમેરિકન પ્રેસિડન્ટનું સ્વાગત. 

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનની રાહ જોવાઇ રહી છે. સાબરમતી આશ્રમ હોય કે મોટેરા સ્ટેડિયમ તડામાર તૈયારીઓ વચ્ચે મહેમાનની બરાબર પરોણાગત કરવાની વ્યવસ્થાઓ થઇ ચૂકી છે. જે રીતે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ થયો હતો તે જ રીતે આજે 700 કરોડને ખર્ચે બનેલા મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમોની છોળ અને ભારતનાં ભવ્ય વારસાનાં પ્રદર્શનની વચ્ચે ટ્રમ્પનું આગમન થશે. સાબરમતી આશ્રમમાં થોડો સમય પસાર કરીને ટ્રમ્પનો કાફલો મોટેરા જશે.  મોટેરામાં કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પ પુરો થશે તે પછી ટ્રમ્પ આગ્રા જશે અને તાજમહેલની મુલાકાત લીધા પછી મોડી સાંજે દિલ્હી જશે.  અમેરિકન પ્રેસિડન્ટ ડોલનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચે તે પહેલા તેમણે હિન્દીમાં ટ્વિટ કર્યું કે, 'ભારત આને કે લિએ હમ તત્પર હૈં, હમ રાસ્તે મેં હૈં, કુછ હી ઘંટો મેં હમ સબ સે મિલેંગે.' જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યું છે જેમાં લખ્યું છે અતિથી દેવો ભવ. થોડી ક્ષણો પહેલાં ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ પણ વડાપ્રધાન મોદી સાથેની જુની તસવીરો ટ્વિટર પર શેર કરીને પોતે ભારત આવવા માટે ઉત્સાહિત છે તેવી જાહેરાત કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 12:07 PM IST | Ahmedabad | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK