કોરોનાના લીધે થર્ટીફર્સ્ટની રાતે દારૂ પીને ડ્રાઇવિંગ કરનારા ફક્ત 35 જણ ઝડપાયા

Published: 2nd January, 2021 07:00 IST | Agency | Mumbai

થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાતે દારૂના નશામાં વાહનો હંકારવા બદલ ૩૫ જણ સામે મુંબઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાતે દારૂના નશામાં વાહનો હંકારવા બદલ ૩૫ જણ સામે મુંબઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અદાલતે એ ૩૫ જણનાં ડ્રાઇવિંગ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. કોરોના રોગચાળાના અનુસંધાનમાં ટ્રાફિક પોલીસે બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ કર્યો નહોતો અને શંકાસ્પદ વાહનચાલકની બ્લડ-ટેસ્ટ કરીને તેમણે દારૂ પીધો હતો કે નહીં એ નક્કી કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગયા વર્ષે થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાતે ન્યુ યર સેલિબ્રેશન્સ દરમ્યાન ડ્રન્કન ડ્રાઇવિંગના ૬૭૭ કેસ નોંધાયા હતા.

રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલાં નિયંત્રણો ઉપરાંત અગાઉ પોલીસે લીધેલાં આકરાં પગલાં તેમ જ ડ્રન્કન ડ્રાઇવિંગની ખરાબ અસરો વિશે લોકજાગૃતિને કારણે આ વખતે હંમેશ કરતાં સાવ ઓછા કેસ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોરોના રોગચાળાના અનુસંધાનમાં લાગુ કરાયેલાં નિયંત્રણો અને નાઇટ કરફ્યુને કારણે આ વખતે ઘણા લોકો ગુરુવારની રાતે ઘરની બહાર નીકળ્યા નહીં હોય એમ પોલીસે જણાવ્યું હતું. પાંચમી જાન્યુઆરી સુધી રાતે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK