આવતી કાલથી લોકલ ટ્રેન સર્વિસમાં થશે વધારો

Published: 31st October, 2020 21:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ લોકલની 1410 સર્વિસ કાર્યરત હતી, જેમાં રેલવે પ્રશાસને 610 સર્વિસનો વધારો કર્યો છે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

લોકલ ટ્રેનને સંપૂર્ણ ક્ષમતાની શરૂ કરવા બાબતે હજી નિર્ણય લેવાયો નથી પરંતુ રેલવેએ રવિવારથી સર્વિસીસમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

હાલ લોકલની 1410 સર્વિસ કાર્યરત હતી, જેમાં રેલવે પ્રશાસને 610 સર્વિસનો વધારો કર્યો છે. આમ કુલ 2020 લોકલ સર્વિસ દોડશે. પશ્ચિમ રેલવેમાં હાલ 704 સર્વિસ દોડે છે જેમાં 296નો ઉમેરો કરવાથી કુલ 1000 સર્વિસ થઈ છે, જ્યારે સેન્ટ્રલ રેલવેમાં 706 સર્વિસ હતી જેમાં 314 સર્વિસનો ઉમેરો કરતા કુલ 1020 સર્વિસ સેન્ટ્રલ રેલવેની દોડશે.

હારાષ્ટ્ર સરકારે દરેક પ્રવાસીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સામે વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવેએ યોજનાની વિગતવાર માહિતી મગાવી હતી. વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુર અને સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા શિવાજી સુતારે કહ્યું કે, અમે પહેલી નવેમ્બરથી જો દરેક પ્રવાસીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છુટ આપીએ તો દબાણ ન વધે એ માટે રાજ્ય સરકાર સાથે મળીને રૂપરેખા બનાવીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK