Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: કરોડોનું ફ્રૉડ કરીને સુસાઇડની ધમકી

મુંબઈ: કરોડોનું ફ્રૉડ કરીને સુસાઇડની ધમકી

31 December, 2018 09:54 AM IST |
મમતા પડિયા

મુંબઈ: કરોડોનું ફ્રૉડ કરીને સુસાઇડની ધમકી

આરોપી : હાર્દિક ઉર્ફે રાજ શેઠ

આરોપી : હાર્દિક ઉર્ફે રાજ શેઠ


મીરા રોડમાં ભાડાના ઘરને હેવી ડિપોઝિટમાં ટેનન્ટને અપાવીને બે ઍગ્રીમેન્ટ કરાવી દોઢ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરનાર એસ્ટેટ એજન્ટ રાતોરાત ઑફિસમાં સુસાઇડ-નોટ મૂકીને ગાયબ થઈ ગયો છે. જોકે માસ્ટર માઇન્ડ એજન્ટ લોકોના પૈસા ચાંઉ કરીને અન્ડરગ્રાઉન્ડ થયો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. ટેલીવુડના એક ચાઇલ્ડ આર્ટિસ્ટના પેરન્ટ્સ પણ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. 30થી 40 જણનું ગ્રુપ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ કરવા એકસાથે કાશીમીરા પોલીસ-સ્ટેશન પહોંચ્યું હતું. તેમણે સાથે મળીને 1.50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો FIR નોંધાવ્યો છે એટલું જ નહીં, થર્ટીફસ્ટે એજન્ટનો ફોટો લગાવેલું પૂતળું બાળવાની ભાડૂતોએ તૈયારી કરી છે.

મીરા રોડમાં આવેલા વિનયનગરની વિવિધ સોસાયટીમાં મોટા ભાગે ગુજરાતી પરિવારને હાર્દિક ઉર્ફે રાજ શેઠે હેવી ડિપોઝિટમાં ફ્લૅટ અપાવ્યા હતા. રાજ શેઠ પોતે જૈન હોવાનો દાવો કરીને ક્યારેય કંઈ ખોટું કામ નહીં કરે એવો ભાડૂતોને વિશ્વાસ અપાવીને જાળમાં ફસાવતો હતો એમ જણાવીને શીતલ સોસાયટીના રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા કેટલાક સંબંધીઓ વિનયનગરમાં હેવી ડિપોઝિટ પર રહે છે. તેમની સિસ્ટમ અમને ગમી હતી. એથી અમે રાજ શેઠનો સંપર્ક કર્યો હતો. તેણે ફ્લૅટના માલિક સાથે અમારી ઓળખાણ કરાવી અને ડિપોઝિટના 50,000 રૂપિયાનો ચેક તેમને અપાવીને એક ઍગ્રીમેન્ટ બનાવડાવ્યું હતું. 4,5૦,૦૦૦ રૂપિયાનું અન્ય ઍગ્રીમેન્ટ એમ બે કરાર કરાવ્યા હતા. તેણે અમને ખાતરી આપી હતી કે ભાડું તે ભરશે અને ત્રણ વર્ષ બાદ પૂરા પાંચ લાખ રૂપિયા પાછા આપી દેશે. અમને હજી તો અહીં આવીને પાંચ જ મહિના થયા છે ત્યાં તેનાં ખોટાં કામ બહાર આવ્યાં હતાં. અમે સાચા અને ખોટાનો ફરક જાણવા તેની ઑફિસે પહોંચ્યા હતા. ત્યારે 3૦થી 4૦ લોકોને ત્યાં પોતાના પૈસા ડૂબી ગયા હોવાનો કકળાટ કરતા જોયા હતા. અમારા પણ પૈસા ડૂબી ગયા હતા. અમે બધાએ મળીને મીટિંગ કરી અને પછી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. પોલીસે તો સૌપ્રથમ આનાકાની કરી અને ત્યાર બાદ કેટલાય દિવસ ધક્કા ખવડાવ્યા બાદ FIR નોંધ્યો હતો. રાજ શેઠ ગાયબ થયો અને બે દિવસમાં ચારેક પેજની તેની સુસાઇડ-નોટ મળી હતી. જોકે કેટલાક જણે તેને મીરા રોડમાં ફરતો જોયો છે.’



આ પણ વાંચો : મુંબઈમાં આગની ઘટનાઓનો અંત આવશે કે નહીં?


અમારી પાસે ગયા અઠવાડિયે એકસાથે 35થી 4 જણ વિનયનગરની રાજ એસ્ટેટ કન્સલ્ટન્સીના માલિક હાર્દિક ઉર્ફે રાજ શેઠ વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા હતા એમ જણાવીને કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વૈભવ શિંગારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ઘણા સમયથી રાજ શેઠ લોકોને પોતાની જાળમાં ફસાવીને છેતરપિંડી કરતો હોવાની જાણ અમને થોડા દિવસ પહેલાં થઈ હતી. મીરા રોડમાં તે ભાડાના ઘરમાં રહેતો હતો. ઘર અને ઑફિસને તાળાં મારીને તે ભાગી ગયો છે. અમે તેની નજીકના લોકોની પૂછપરછ કરીને તેને શોધી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 09:54 AM IST | | મમતા પડિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK