નાલાસોપારામાં 17 વર્ષની ટીનેજરને કિડનૅપ કરીને ગૅન્ગરેપ આચરાયો : ત્રણની ધરપકડ

Published: Nov 19, 2019, 14:18 IST | Mumbai

નાલાસોપારામાં અગિયારમા ધોરણમાં ભણતી ૧૭ વર્ષની ટીનેજરને કિડનૅપ કરીને તેના પર ગૅન્ગરેપ આચરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારામાં અગિયારમા ધોરણમાં ભણતી ૧૭ વર્ષની ટીનેજરને કિડનૅપ કરીને તેના પર ગૅન્ગરેપ આચરવામાં આવ્યો હતો. ટીનેજરને ચાર ડ્રગ ઍડિક્ટ્સે કિડનેપ કર્યા બાદ એક રૂમમાં ગોંધી રાખી તેના પર આખો દિવસ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે એક સગીર સહિત બે જણને ઝડપી લીધા છે અને ટીનેજરને ભિવંડીના ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવી છે. જોકે આ કેસમાં મુખ્ય આરોપી હજી ફરાર હોવાથી પોલીસે તેને શોધી રહી છે.

પીડિત ટીનેજર સવારે પાંચ વાગ્યે તેના એક મિત્ર સાથે એક સાર્વજનિક તળાવ પાસેના રસ્તા પરથી જઈ રહી હતી. એ વખતે આ ચાર આરોપીઓ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ટીનેજર અને તેના મિત્રની નજીક જઈને આ ગ્રુપે તેના મિત્રને ચાકુ દેખાડીને ધમકાવ્યો અને ટીનેજરને સાથે આવવાનું કહ્યું હતું, પરંતુ ટીનેજરે ના પાડી દીધી એટલે ચારેય જણ ટીનેજરને ધક્કો મારીને ત્યાં ઊભી રખાયેલી રિક્ષામાં બેસાડી દઈ નાલાસોપારા-ઈસ્ટના આચોલે રોડ પર આવેલા એક ફ્લૅટમાં લઈ ગયા હતા. ત્યાં પીડિત સાથે ગૅન્ગરેપ કર્યો હતો. એ ઉપરાંત તેની સાથે અનનૅચરલ સેક્સ પણ આરોપીઓએ માણ્યું હોવાનું પોલીસે કહ્યું છે.

આ પણ વાંચો :ગોરેગામમાં ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટની બૅગ પોલીસે તાત્કાલિક શોધી કાઢી

પીડિતના મિત્રએ પોલીસને માહિતી આપી ત્યાર બાદ પોલીસે પીડિત ટીનેજરને ટ્રેસ કરીને તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને ફરિયાદ નોંધી હતી. તુલિંજ પોલીસે આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગૅન્ગરેપ, કિડનૅપિંગ, અનનૅચરલ સેક્સ વગેરે કલમ હેઠળ ગુનો નોંધીને કૈલાસ વીર તથા રોહિત તેમ જ એક સગીરની ધરપકડ કરી છે અને એક મુખ્ય આરોપીને શોધી રહી છે. પકડાયેલા આરોપીઓને વસઈ કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેમને પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK