ઑનલાઇન સેક્સ રૅકેટ ચલાવનાર ઝડપાયો, બે યુવતીઓને છોડાવાઈ

Published: Feb 12, 2020, 07:46 IST | Mumbai

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચના યુનિટ-૯ (અંધેરી)એ સોમવારે ઑનલાઇન સેક્સ રૅકેટનો પર્દાફાશ કરી સાકીનાકાની એક હોટેલમાંથી એક જણની ધરપકડ કરી બે પીડિત યુવતીઓને છોડાવી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચના યુનિટ-૯ (અંધેરી)એ સોમવારે ઑનલાઇન સેક્સ રૅકેટનો પર્દાફાશ કરી સાકીનાકાની એક હોટેલમાંથી એક જણની ધરપકડ કરી બે પીડિત યુવતીઓને છોડાવી હતી. આ વિશે વધુ માહિતી આપતાં ક્રાઇમ બ્રાંચના ઑફિસરે કહ્યું હતું કે અંધેરી મહાકાલી કેવ્સ રોડ પર રહેતા ટોળકીના ૩૭ વર્ષના સૂત્રધાર જતુન મહાદેવ યાદવની ધરપકડ કરાઈ હતી. તેણે દેહ-વ્યવસાયમાં ધકેલેલી બે યુવતીઓને પણ છોડાવી લેવાઈ હતી. સેક્સ રૅકેટ ચલાવતી  ટોળકીએ તેમનો મોબાઈલ નંબર મેસેજ વેબસાઇટ પર મૂક્યો હતો. જેથી વધુને વધુ પૈસાદાર અને વિદેશીઓને આકર્ષી શકાય. વેબસાઇટ પરથી નંબર જોઈ જે ગ્રાહકો  ફોન કરતા તેમને જતુન યાદવ સાકીનાકાની એક હોટેલમાં બોલાવતો. યાદવ પાસેથી બે સીમકાર્ડ અને રોકડ જપ્ત કરાયા છે. સાકીનાકા પોલીસ સ્ટેશનમાં તેની સામે  પ્રિવેન્શન ઑફ ઇમમોરલ ટ્રાફિકિંગ અૅક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ટોળકીના અન્ય આરોપીઓની શોધ ચલાવાઈ રહી છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK