મુંબઈ: બીએમસી વૃક્ષોની કાપણી અનિવાર્ય સંજોગોમાં કરાશે

Published: May 14, 2019, 10:51 IST | ચેતના યેરુણકર | મુંબઈ

બીએમસીના જણાવ્યા મુજબ એની યોજનામાં કરવામાં આવેલા ફેરફારને પગલે વિવાદાસ્પદ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં વધુ વૃક્ષો કપાઈ જાય એવી શક્યતા છે.

ઝાડ
ઝાડ

બીએમસીના જણાવ્યા મુજબ એની યોજનામાં કરવામાં આવેલા ફેરફારને પગલે વિવાદાસ્પદ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં વધુ વૃક્ષો કપાઈ જાય એવી શક્યતા છે. પ્રોજેક્ટમાં ફેરફારને કારણે કપાનારાં વૃક્ષોની સંખ્યા અગાઉના અંદાજિત ૫૦૦ કરતાં વધુ થવાની ગણતરીએ ઍક્ટિવિસ્ટોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. એક અંદાજ અનુસાર લગભગ ૧૦૦૦ જેટલાં વૃક્ષો કપાઈ શકે છે.

આરટીઆઇના માધ્યમથી ઍક્ટિવિસ્ટ જોરૂ ભથેનાને મળેલી માહિતી અનુસાર મહkવાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચના મરીન ડ્રાઇવથી વરલી સુધીના વિસ્તારને આવરી લેતા પ્રથમ તબક્કામાં ૩૨૪ વૃક્ષો કાપવાની દરખાસ્ત બીએમસીના ટ્રી ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : દાદરમાં પોલીસ-સ્ટેશન કમ્પાઉન્ડના બિલ્ડિંગમાં લાગી આગ : એકનું મોત

ત્યાર બાદ વધુ ૨૦૦ વૃક્ષો કાપવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. આમ ૫૦૦ વૃક્ષો કપાવાનો અંદાજ પહેલાં જ ચૂકી જવાયો છે. જોકે આ મંજૂરી મેળવવા મોકલવામાં આવેલી દરખાસ્તોમાં જણાવાયું હતું કે અનિવાર્ય હશે તો જ વૃક્ષો કાપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK