દાદરમાં પોલીસ-સ્ટેશન કમ્પાઉન્ડના બિલ્ડિંગમાં લાગી આગ : એકનું મોત

Published: May 13, 2019, 12:24 IST | (પી.ટી.આઇ.) | મુંબઈ

દાદરમાં પોલીસ-સ્ટેશન કમ્પાઉન્ડના એક અપાર્ટમેન્ટમાં ગઈ કાલે આગ લાગતાં એક ટીનેજર છોકરીનું મૃત્યુ થયું હતું.

આગમાં મૃત્યુ પામેલી શ્રાવણી ચવાણ (ઇન્સેટ) અને બળીને ખાખ થઈ ગયેલી વસ્તુઓ. તસવીર : આશિષ રાજે
આગમાં મૃત્યુ પામેલી શ્રાવણી ચવાણ (ઇન્સેટ) અને બળીને ખાખ થઈ ગયેલી વસ્તુઓ. તસવીર : આશિષ રાજે

દાદરમાં પોલીસ-સ્ટેશન કમ્પાઉન્ડના એક અપાર્ટમેન્ટમાં ગઈ કાલે આગ લાગતાં એક ટીનેજર છોકરીનું મૃત્યુ થયું હતું. દાદર પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યા મુજબ પોલીસ-સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલા પાંચ માળના બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ક્વૉર્ટરમાં બપોરે પોણાબે વાગ્યાના સુમારે આગ લાગી હતી.

આગ લાગી એ સમયે મરનાર ટીનેજર શ્રાવણી ચવાણ અપાર્ટમેન્ટની રૂમમાં સૂઈ રહી હતી અને સુરક્ષિતપણે આગમાંથી બહાર નીકળી શકી નહોતી એમ બીએમસીના કન્ટ્રોલ રૂમે જણાવ્યું હતું. દાઝી જવાથી ગંભીર ઈજા પામેલી શ્રાવણીને તત્કાળ સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરતાં પહેલાં જ તેને મૃત ઘોષિત કરી હતી.

આ પણ વાંચો : હીરાની પેઢીના વાઇસ પ્રેસિડન્ટને બનાવટી કૉલ કરનાર હોટેલમાલિકની ધરપકડ

આગમાં અનેક ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇન્સ્ટૉલેશન્સ અને ઘરગથ્થુ ચીજો બળીને ખાક થઈ ગઈ હતી. ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો વૉટર ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. અપાર્ટમેન્ટના એક ઘરમાં લગાડવામાં આવેલા ઍર-કન્ડિશનરમાં શૉર્ટ-સર્કિટ થતાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK