ભાઇંદરની ખાડીના રેલવે-બ્રિજ નીચેથી મળી આવ્યાં ૫૦૦ ડુપ્લિકેટ પૅન કાર્ડ
રોહિત સુવર્ણા નામની વ્યક્તિએ આ ઘટના વિશે વિગતવાર જણાવતાં કહ્યું હતું કે ‘ગુરુવારે સવારે હું મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે મેં ખાડીના રેલવે-બ્રિજ નીચે આ પૅન કાર્ડ જોયાં હતાં. કોઈ અહીં એને ફેંકીને જતું રહ્યું હોય એવું લાગતું હતું. મેં બધાં પૅન કાર્ડ ભેગાં કરી પોલીસને આ વાતની જાણ કરી હતી. આ ડુપ્લિકેટ પૅન કાર્ડનો ઉપયોગ ડુપ્લિકેટ મતદાન કરવા માટે કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું હતું. દરેક પૅન કાર્ડની તપાસ પોલીસ કરી રહી છે અને જે વ્યક્તિનું નામ પૅન કાર્ડ પર છે તેની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.’
ADVERTISEMENT
ભાઇંદર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર પુકડેએ જણાવ્યું હતું કે ‘જે ડુપ્લિકેટ પૅન કાર્ડ અમને મળ્યાં છે એ ઓરિજિનલ પૅન કાર્ડની સાઇઝ કરતાં મોટાં છે. ફરીથી ચૂંટણી કરવા માટેનો આ કોઈ પૉલિટિકલ ડ્રામા લાગે છે. જે પૅન કાર્ડ અમને મળ્યાં છે એ તે જ વ્યક્તિનું છે જેનું નામ પૅન કાર્ડ પર નોંધાયેલું છે કે કેમ એ વાતની ખાતરી કરી અમે આગળ તપાસ કરી રહ્યા છીએ.’