Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સગીરાને પૉર્ન વિડિયો બતાવવા બદલ શખસને ત્રણ મહિનાની જેલ

સગીરાને પૉર્ન વિડિયો બતાવવા બદલ શખસને ત્રણ મહિનાની જેલ

27 December, 2019 03:04 PM IST | Mumbai

સગીરાને પૉર્ન વિડિયો બતાવવા બદલ શખસને ત્રણ મહિનાની જેલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સગીર વયની એક છોકરીને પૉર્નોગ્રાફિક વિડિયો બતાવવા બદલ અહીંની પોક્સો કોર્ટે ૪૧ વર્ષના શખ્સને ત્રણ મહિનાની કેદની સજા ફટકારી હતી.

સ્પેશ્યલ જજ એ. ડી. દેવે ગયા સપ્તાહે અમરજિતકુમાર કનોજિયાને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટની સુસંગત જોગવાઈ હેઠળ આચરવામાં આવેલા ગુનામાં દોષી ઠરાવ્યો હતો.૧૨ વર્ષની પીડિતાના પિતા અંધેરીમાં ન્યુઝપેપરનો સ્ટૉલ ચલાવે છે અને ૨૦૧૫માં બનાવ બન્યો ત્યારે તે મોટી બહેન સાથે પિતાને મદદ કરવા ગઈ હતી.



જ્યારે તેના પિતા કામસર બહાર ગયા ત્યારે વેઇટરનું કામ કરતો અમરજિત સ્ટૉલ પર આવ્યો હતો અને પાણી માગ્યું હતું. ત્યાર બાદ આરોપીએ પીડિતાને જણાવ્યું હતું કે મેં નવો મોબાઇલ લીધો છે અને ફોન બતાવવાના બહાને તેણે તેને પૉર્નોગ્રાફિક વિડિયો બતાવ્યો હતો.


આ પણ વાંચો : Paytmના અકાઉન્ટમાં KYC કરાવવાના બહાને 90000 રૂપિયા સેરવી લેવામાં આવ્યા

આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સુસંગત જોગવાઈઓ અનો પોક્સો ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 03:04 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK