Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નોર્થ ઈસ્ટને અમે 'ન્યૂ ઈન્ડિયા'ની વિકાસ ગાથાનું દ્વાર બનાવશું - મોદી

નોર્થ ઈસ્ટને અમે 'ન્યૂ ઈન્ડિયા'ની વિકાસ ગાથાનું દ્વાર બનાવશું - મોદી

04 January, 2019 04:29 PM IST |

નોર્થ ઈસ્ટને અમે 'ન્યૂ ઈન્ડિયા'ની વિકાસ ગાથાનું દ્વાર બનાવશું - મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


મણિપુરમાં જનસભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે નોર્થ ઈસ્ટને નેતાજીએ ભારતની આઝાદીનો ગેટવે કહ્યો હતો, તેને જ હવે ન્યૂ ઈન્ડિયાની વિકાસ ગાથાનું દ્વાર બનાવવું છે. પહેલાની સરકારે દિલ્હીને તમારાથી દૂર ખસેડવાનું કામ કર્યું. અટલજીની સરકારમાં મણિપુરને સાથે લઈને આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તે જ પ્રયત્નોને આગળ વધારવાનું કામ કેન્દ્રની વર્તમાન સરકાર કરે છે. ભારતીય જનતા પાર્ટી નવા વર્ષની શરૂઆતથી જ લોકસભા ચૂંટણીના મુડમાં જોવા મળી છે. વર્ષના પહેલાં જ દિવસે પીએમ મોદીએ ન્યુઝ એજન્સી સાથે કર્યો એક ઈન્ટરવ્યુ, ત્યાર બાદ ગુરદાસપુરમાં રેલી અને હવે આસામમાં રેલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનની શરૂઆત પૂર્વોત્તરથી કરી છે.

કેન્દ્ર સરકારનું વિઝન બતાવતા પીએમ મોદીએ કહ્યું , 'Go To Hills અને Go To Village હેઠળ અહીંની રાજ્ય સરકાર દૂર-દૂરના વિસ્તારો સુધી પહોંચી રહી છે. જનભાગીદારીને સરકારી યોજનાઓનો ભાગ બનાવવાનો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે. આ જ કારણ છે કે આજે મણિપુર બંદ અને બ્લોકેજના દોરમાંથી બહાર નીકળીને આશાઓ અને મહાત્વાકાંક્ષાઓને પૂરી કરવામાં લાગી ગયું છે.



 


આ પણ વાંચો : પીએમ મોદીના સમર્થનમાં કોંગ્રેસ, જાણો શું છે મામલો?

 


આજે જ 400 કેવીની સિલ્વર ઈમ્ફાલ લાઈન પણ રાષ્ટ્રને સમર્પિત કરાયેલ છે. 700 કરોડ રૂપિયાથી વધુની ખર્ચથી બનાવેલી લાઈન પાવર કટની સમસ્યાને દૂર કરાશે. આજે શિક્ષણ, કળા અને સ્પોર્ટ્સથી જોડાયેલા પ્રકલ્પોનું શિલાન્યાસ કરાયું છે. ધનમંજૂરી વિશ્વવિદ્યાલયમાં ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર સાથે જોડાયેલા પ્રકલ્પ હોય, રાજકીય એન્જીનિયરીંગ કૉલેજ સાથે જોડાયેલા પ્રકલ્પ હોય, આ બધું જ યુવાનોને સુવિધા આપનાર છે. વિકાસ યુક્ત તેમજ ભ્રષ્ટાચાર મુક્ત નવા ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ મળતાં રહે, મળતા રહ્યાં છે અને મળતાં રહેશે. અમારું વિઝન "સબકા સાથ સબકા વિકાસ" છે. અમારો પ્રયત્ન એ છે કે કોઈપણ રાજ્ય કે વ્યક્તિ વિકાસથી વંચિત ન રહી જાય.

વડાપ્રધાને કહ્યું કે, "મણિપુરની ખાદ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સ્વૉમબંગના FCI ગોદામનું લોકાર્પણ આજે કર્યું છે. 2016 આ કામ શરૂ થયું અને અમે આ કામ પૂરું કરી બતાવ્યું. સમય પર પૂરું થવાથી વધુ ખર્ચથી બચી જવાયું અને અનાજ સ્ટોર કરવા માટે 10 હજાર MT સિવાય વ્યવસ્થાનું પણ નિર્માણ થઈ ગયું. ઉખરુલ અને તેની આસપાસના હજાર પરિવારોને પાણીની જરૂરિયાતોને જોતાં બફર વોટર રિઝર્વર પર કામ 2015માં શરૂ થયું. આ બની પણ ગયું છે અને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ 2035 સુધીની જરૂરિયાતોને પૂરી પાડશે. ચુરાચાંદપુર, જોન-થ્રી પ્રકલ્પ પર પણ 2014માં કામ શરુ થયું અને 4 વર્ષ પછી આજે લોકાર્પણ પણ થઈ ગયું. આને કારણે 2031 સુધીની અહીંની આબાદીની પાણીની જરૂરિયાતો પૂરી થશે."

પીએમ મોદીએ કહ્યું, "આવા સતત પ્રયત્નોને કારણે આખું નૉર્થ ઈસ્ટ પરિવર્તનના એક મોટા દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ત્રીસ-ચાલીસ વર્ષથી અટકેલાં પ્રકલ્પ પૂરાં કરાય છે. તમારા જીવનને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આજે મણિપુરને 125 કરોડ રૂપિયાથી વધુની ખર્ચથી બનેલ ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટની પણ ભેટ મળી છે. આ માત્ર એક ચેકપોસ્ટ નથી પણ ડઝનેક સુવિધાઓનું કેન્દ્ર પણ છે. દોલાઈથાબી બરાજની ફાઈલ 1987માં ચાલી હતી. નિર્માણનું કામ 1992માં 19 કરોડની ખર્ચથી શરૂ થયું હતું. 2004માં તેને સ્પેશિયલ ઈકોનોમિ પેકેજનું ભાગ બનાવવામાં આવ્યું, પણ ફરી અટકી ગયું. 2014માં આ પ્રકલ્પ પર કામ શરુ થયું અને આ પ્રકલ્પ 500 કરોડ રુપિયા ખર્ચ કર્યા બાદ હવે બનીને તૈયાર થયું."

 

આ પણ વાંચો : દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી અજય માકનનું રાજીનામુ, મળી શકે છે મોટી જવાબદારી

 

તેમણે કહ્યું કે જે મણિપુર અને નોર્થ ઈસ્ટને નેતાજીએ ભારતની આઝાદીનો ગેટવે જણાવ્યો હતો, તેને હવે ન્યૂ ઈન્ડિયા ની વિકાસ ગાથાનો દ્વાર બનાવવામાં અમે જોડાઈ ગયા છીએ. જ્યાંથી દેશને આઝાદીનો પ્રકાશ દેખાયો હતો, ત્યાંથી જ નવા ભારતની સશક્ત તસવીર આપ સૌની આંખોમાં સ્પષ્ટ જોવા મળે છે. તેમણે કહ્યું, "હું પોતે ગત સાડા ચાર વર્ષોમાં લગભગ 30 વાર નોર્થ ઈસ્ટ આવી ગયો છું. તમારી સાથે મુલાકાત કરું છું, વાતો કરું છું તો એક જુદા જ પ્રકારનું સુખ મળે છે, અનુભવ મળે છે. મને અધિકારીઓ પાસેથી રિપોર્ટ નથી માંગવી પડતી, સીધું તમારી પાસેથી જ મળી જાય છે. આ ફરક છે પહેલા અને હમણાંમાં."

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2019 04:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK