Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 4)

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 4)

10 January, 2019 09:54 AM IST |
Sameet Purvesh Shroff

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 4)

લઘુકથા - અંધારાં અજવાળાં

લઘુકથા - અંધારાં અજવાળાં


ઝરણાએ એક ઘૂંટમાં જામ ખાલી કયોર્. જિંદગી કેવી બદલાઈ ગઈ આ ચાર વરસમાં! નદીનું પવિત્ર વહેણ ગંદી નાળી બની ગયું જાણે.

થૅન્ક્સ ટુ અજાતશત્રુ.



આ એક નામે અસ્તિત્વમાં કડવાશ ભરાઈ ગઈ. વિરાજની ઇવેન્ટ મને બહુ મોંઘી પડી! રૅમ્પ-વૉકના ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન પહેલી વાર અજાતશત્રુનો આમનો-સામનો થયેલો. ભાગ્યે જ કોઈ જોડે બોલતો જોવા મળે. જાણીતો તો ચોક્કસ નહોતો, પણ તેની છટા પ્રભાવશાળી લાગી. તેના પછી મારી એન્ટ્રી શેડ્યુલ્ડ હતી. પોતાની વૉક પતાવીને રિટર્ન થતી વેળા તે મારી એકદમ નજીક આવી જાય, ધારીને જાણે શું નિહાળતો હોય! પછી સમજાયું કે તે મારું ઉપવસ્ત્ર ફાડવાનો અંદાજ કાઢતો હોવો જોઈએ. અમારી વચ્ચે કેટલું અંતર રાખવું, તરાપ કેવા જોશભેર મારવી એનો અડસટો તેણે પામી લીધો એવી રિહર્સલમાં કલ્પના પણ કેમ આવે?


બાકી વિરાજનું દુલ્હા-દુલ્હન કલેક્શન નાયાબ હતું. પોતાના ફાળે ચોલી-સૂટ આવેલો. સિલ્કના ઘેરવાળા ગોલ્ડન ચણિયા પર જરીભરતની બૉર્ડર. ઘેરા લાલ રંગની ચોલી અને સેમ બૉર્ડરવાળો ગોલ્ડન દુપ્પટો. ખરી કમાલ બૉર્ડરની જ હતી. ચોલીની ડિઝાઇન દેખાડવા દુપટ્ટો પણ બે હાથમાં પાછળથી લટકાવી કમરે ઝૂલતો રાખવાનો હતો.

શો માટે કેટલી બેતાબ હતી ઝરણા! વેળાસર હોટેલ પહોંચી ત્યારે ત્યાં બહુ ઉત્તેજનાપૂર્ણ માહોલ હતો.


સેલિબ્રિટીઝ-મીડિયાની હાજરી, રૅમ્પ-વૉકનું કાઉન્ટ-ડાઉન... મુખ્ય હૉલને અડીને આવેલા ગ્રીનરૂમમાં મેળાવડો જામ્યો હતો. કોઈની રૂપસજ્જા તો કોઈનું કેશગુંફન. બાજુની રૂમ જેન્ટ્સ મૉડલ્સને ફાળવાઈ હતી.

ઑલ વેન્ટ વેલ અન્ટિલ ધેટ મોમેન્ટ... વૉક માટે એન્ટ્રી લઈને હું અત્યંત આત્મવિશ્વાસથી આગળ વધું છું, સ્ટેજ પરથી પાછો વળતો અજાતશત્રુ મારી નજીકમાંથી પસાર થવાને બદલે એકાએક સામે ઊભો રહીને હાથ લંબાવે છે ને એ ક્યાં પહોંચીને શું કરે છે એનો અણસાર આવે એ પહેલાં તો પહાડી જુવાન કુમળા છોડને મૂળિયાં સાથે ઉખેળી ફેંકે એમ એના એકઝાટકે બ્લાઉઝનો આગળનો ભાગ ફાટીને બે હિસ્સામાં વહેંચાઈ ગયો ને મારા ઉન્નત ઉરજો ઉજાગર થઈ ગયા! એની કમકમાટી અત્યારે પણ ઝરણાએ અનુભવી.

ફૅશન-શોમાં માલફંક્શન થયાનું બન્યું છે, પણ દુ:શાસન દ્વારા ભરીસભામાં મૉડલનું ચીરહરણ થયાની તો આ પ્રથમ ઘટના હતી. અજાતશત્રુ સડસડાટ નીકળી ગયેલો. પૂતળા જેવી થઈ ગયેલી ઝરણાને હાથ આડા કરીને લાજ ઢાંકવા જેટલીયે સૂધ નહોતી થઈ. છંડાયેલી નગરવધૂ જેવી તે અર્ધનગ્ન અવસ્થામાં સ્થિર થઈ ગઈ. ચિચિયારી પડી, ફોટો ક્લિક થયા એ ઘટના સંસ્કારોના અãગ્નસંસ્કાર જેવી વસમી લાગી હતી...

શો તાત્પૂરતો થંભાવી દેવાયેલો. પોતાને કોણે કવર કરી, ક્યારે ઘરે મૂકી ગયા - ઝરણાને કશી સૂઝ નહોતી. બીજી સવારે જરાતરા સૂધ આવી ન આવી કે મોબાઇલમાં ફરતી થયેલી વિડિયો ક્લિપિંગે તેની ભીતર કશુંક ખતમ કરી નાખ્યું - મૂલ્યોમાં ભરોસો, ચારિhયની નિષ્ઠા. આ દહાડો જોવા હું મૉડલ થઈ હતી? માવતરની માફી માગીને તેમની તસવીર માળિયા પર ચડાવી દીધી : તમારી પૂજાને હું લાયક ન રહી!

આટલું કર્યા પછી કોઈ જ શરમ-સંકોચ ન રહ્યાં. મારી લાજ ઉઘાડી થઈ ગઈ, મારે હવે બચાવવા જેવું રહ્યંળ શું? મૃત્યુથી વસમી સજા જીવતેજીવ મળી, પછી મરવામાં મુક્તિ કેમ લાગે? ઊજડી ચૂક્યાના આઘાતના પ્રત્યાઘાતે તેને શરાબ તરફ વાળી, શબાબને તેણે ઉપભોગનું સાધન બનાવી દીધું. અજવાળાના વિશ્વમાંથી અંધારાની દુનિયામાં આવી ગઈ. આમાં તનમનની બરબાદીની ભાવના સ્પર્શતી પણ નથી.

તે શરાબખાનામાં જતી, ઝૂમતી-નાચતી. તેને ભાન ભૂલી જવું ગમતું. તેને વાળવા કે વારવાવાળું પણ કોણ હતું? બલ્કે તકસાધુઓની જેમ વિદ્યુત જેવા તેને ભોગવી જતા અથવા કહો પોતાને ગમી જતા જુવાનને તે જ પથારીમાં તાણી જતી. દરેક બંધન નેવે મૂક્યા પછી કામ સામેથી મળતું, બી યા સી ગ્રેડનું ગણાય એવું!

બ્રા-પેન્ટીની જાહેરાતમાં તે તદ્દન બેશરમ પોઝ આપવામાં ખચકાતી નહીં. જોકે રૅમ્પ-વૉકના નામે તે ઠંડી પડી જતી ખરી, એનાથી દૂર ભાગતી અને એટલું જ અજાતશત્રુને ભાંડતી.

આર્યજનક રીતે તેનો પત્તો નહોતો. ફૅશન-ઇન્ડસ્ટ્રીના માંધાતાઓની હાજરીમાં સ્ત્રીની આબરૂ પર હાથ નાખનારો કાયદાની ગિરફ્તમાં કેમ ન આવ્યો એ વણઊકલી ગુત્થી જેવું છે. વિરાજ એટલું કહેતો કે અગાઉ તેની જોડે એકાદ વાર કામ કરેલું, પણ તેની કૉન્ટૅક્ટ ડીટેલ કોણ રાખે! મોબાઇલ છે જે બંધ આવે છે... ગુનેગારને પકડવા પોલીસ માટે તો એક નંબર પણ પૂરતો ગણાય, પરંતુ વિક્ટિમ એવી હું જ દારૂમાં ડૂબી રહેતી હોઉં ત્યારે પોલીસને પણ દોડાદોડી કરવામાં શું રસ હોય!

નશામાં ધૂત થઈને ક્યારેક પોતે વિરાજને ફોન જોડી ભાંડતી. એમાં બે-એક વરસ અગાઉ કંટાળી તેણે અજાતશત્રુનું સરનામું આપ્યું. આવેશમાં પોતે અંધેરીના મુકામે પહોંચી, પણ હાય રે - પાડોશી પાસેથી જાણ્યું કે માના મૃત્યુ બાદ તે ઘરબાર વેચીને ક્યાં ગયો કોઈ જાણતું નથી!

‘બિચારાં સાવિત્રીબહેન. દીકરાનું કરતૂત તેમના પ્રાણ લઈને ગયું.’

વાતોડિયણ પાડોશણે ઝરણાને મૉડલ તરીકે ઓળખી તો નહીં, પણ અજાતશત્રુની કરણીનું બયાન જરૂર વહેંચ્યું : ‘સાવિત્રીબહેન હૉસ્પિટલમાં હતાં. બહુ મોટું ઑપરેશન થયેલું. ફૅશન-ઇવેન્ટમાં જે બન્યું એ જ દહાડે તેમને ICUમાંથી સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કર્યાં. ત્યાં TV તો હોય. બીજી સવારે ન્યુઝ-ચૅનલમાં દીકરાની આગલી સાંજનું પરાક્રમ ઝળક્યું...’

(સાવિત્રીમાને દીકરો શું કામ કરે છે એમાં બહુ સમજ ન પડતી, પણ એ દહાડે પહેલાં તો તેને રૅમ્પ-વૉક કરતો જોઈને ખુશ થયાં. અટૅચ્ડ વૉશરૂમમાં નાહવા ગયેલા દીકરાને બૂમ પણ મારી : અજાત, જો તો તું ટીવી પર આવ્યો!

અજાતને એવી તો ફાળ પડેલી. ભીના બદન પર કપડાં ચડાવીને બહાર નીકYયો, પણ મોડું થઈ ચૂક્યું.

દીકરાએ કરેલો અનર્થ નિહાળીને સાવિત્રીબહેનના હૃદયમાં શૂળ ઊપડ્યું હતું. ટીવીની સ્ક્રીન તરફ આંગળી ઉઠાવીને તે પૂછવા જતાં હતાં કે ‘તેં આ શું કર્યું? એક સ્ત્રીની આબરૂ પર તેં હાથ નાખ્યો? આ જ મારા સંસ્કાર? તારા પિતાનું નામ બોળ્યું?’

પણ કશું જ પૂછી-કહી ન શક્યાં સાવિત્રીબહેન... છાતી હાંફતી હતી, શ્વાસોની ડોર ખેંચાઈને એકઝાટકે

તૂટી પડી!)

‘તે ગયાના ત્રીજા દહાડે તો બારોબાર બધું વેચીને અજાતશત્રુ જાણે ક્યાં જતો રહ્યો? પોલીસમાં પકડાયો હોય તો સારું!’

એવું તો જોકે બન્યું નહીં, પણ તેના કરતૂતે તેની માના પ્રાણ હર્યાનું આશ્વાસન જરાજેટલું સુકૂન આપી ગયું. જોકે અજાતશત્રુ આનાથી ક્યાંય વધુ રિબાવો જોઈએ! એક વાર જો તે મારી સામે આવી જાય...

અત્યારે પણ એનો આક્રોશ ઘૂંટીને ઝરણાએ સીધી બૉટલ જ મોઢે માંડી. જાણે શરાબ નહીં, અજાતશત્રુનું વેર રગરગમાં ભરવું હોય!

ગ્રૅન્ડ હયાત. હોટેલના સાઇનબોર્ડને તાકતો તે જાણે ખોડાઈ ગયો. ચારેક વર્ષ અગાઉ આ જ સ્થળે કેટલી અભદ્ર ઘટના ઘટી હતી અને એનો ખલનાયક હતો હું!

ઊંડો શ્વાસ લઈને અજાતશત્રુ વાગોળી રહ્યો:

જિંદગી કેટલી બદલાઈ ગઈ ત્યાર ૫છી! ઝરણાના ચીરહરણનો પાઠ ભજવીને પોતે સડસડાટ હોટેલમાંથી રફુચક્કર થઈ ગયેલો. ના, પોલીસ પોતાને ઝડપવા આવે એવું બનવાની ખાસ સંભાવના નહોતી. ઝરણાની લાજ હણાવાના વીસ-પચીસ લાખ ચૂકવતો આદમી આગળ જતાં પોતાનું નામ ન ખૂલે એ માટે પણ મને કાનૂનથી દૂર રાખવાનો...

મા-પાડોશીઓને તો એવું જ કહ્યું છે કે ઘરનો સોદો કરીને પોતે ઑપરેશનનો ખર્ચ ઉઠાવ્યો છે, બીજે ઠેકાણે ભાડાની રૂમ લઈ રાખી છે... માના સ્વાસ્થ્ય માટે આવાં તો હજાર જૂઠ માફ. જોકે છેવટે તો પાપનો ઘડો ફૂટે જ છે. મારા કૃત્યની ક્લિપિંગ ફરતી થઈ હોવાનો ખ્યાલ નહોતો. તેણે ટીવી-સમાચારનું રૂપ લેતાં માએ જોવાનું બન્યું અને દીકરાની કરણી મા બરદાસ્ત ન કરી શકી!

અજાતશત્રુએ નિ:શ્વાસ નાખ્યો.

આની વ્યથા ઘેરી બનતી ગઈ. શહેરમાં રહેવાય એમ જ નહોતું. અંતરનો બોજ ક્યાંય ઠરવા દેતો નહીં. ઠેકાણાં બદલતો તે ઠેઠ ગુજરાતના ડાંગના જંગલ વિસ્તારમાં પહોંચ્યો. ત્યાંના આદિવાસીઓના ભણતર-ગણતરની પ્રવૃત્તિઓ તેને ફાવતી ગઈ. કરણીનું દુ:ખ તો ન વિસરાયું, પણ ટકી જવાની મોકળાશ કેળવાઈ. આનાથી વસમી સજા કાયદો આપી નહોતો શકવાનો અને ઝરણાને નતમસ્તક થઈને ક્ષમા માગવાની હામ ક્યાંથી લાવવી!

કેવી રહી હશે તેની ઘટના પછીની જિંદગી! તેના વિશે એટલું તો જાણતો હતો પોતે કે તે સંસારમાં એકલી છે... મારા કૃત્ય પછી વધુ એકાકી બની હશે? કે લાયક સાથી પામી પરણી હશે? સુખી તો હશેને!

આના જવાબ આવી જ એક મુંબઈયાત્રા દરમ્યાન મYયા. મુંબઈનાં ત્રણેક ગુજરાતી ટ્રસ્ટ આહવાના આદિવાસીઓ માટે નિયમિત ફન્ડિંગ કરતાં. એના કામે વરસે બે-એક વાર મુંબઈની ઊડતી મુલાકાતે આવવું પડતું. શહેર તો ઘટના વિસારી આગળ વધી ચૂકેલું. અજાતશત્રુની ઓળખ કોઈને ન થતી. બે-એક વર્ષ અગાઉ આમ જ પોતે મુંબઈમાં કામકાજ માટે ભટકતો હતો ત્યાં હોર્ડિંગ પરની જાહેરાતે ધ્યાન ખેંચાયું.

ખાસ કરીને પુરુષોની નજર જકડી લે એવી એ જાહેરખબર હતી. ગોરા બદન પર કેવળ રેડ રંગનાં બ્રા-પૅન્ટી પહેરીને અંગડાઈ લેતી મૉડલ બીજી કોઈ નહીં, ઝરણા હતી! અરેરેરે, તેનું આવું પતન!

આમાં ક્યાંક ને ક્યાંક પોતે કારણભૂત હોવાની પીડા આજે પણ બેચેન બનાવી દે છે... પણ શું થાય? શું થઈ શકે? કશું જ માણસના વશમાં ન હોય ત્યારે વિધાતાને આધીન થયા વિના કોનો છૂટકો છે?

અત્યારે હોટેલ પરથી નજર વાળીને અજાતશત્રુએ કદમ ઉપાડ્યાં કે...

‘રિ...ક્ષા...’ હોટેલના બારમાંથી નીકળેલી યુવતી નશામાં ધૂત લાગી. જાણે હમણાં જ ગબડી પડશે. તેણે સાચે જ ગડથોલિયું ખાધું ને અજાતશત્રુએ તેને થામી લીધી. હવે તે બરાબર ઓળખાઈ : ઝ...રણા તું!

ઝરણાની પાંપણ ઉઘાડ-બંધ થઈ. પોતાને પકડનાર જુવાન બેહદ કામણગારો છે એટલું જ કળાયું, ‘ગુડ બૉય. કોઈએ તો મને પડતી બચાવી.’

તેના વાક્યમાં તેની પડતીનો સીધો ચિતાર હતો.

‘ચલ, મારી જોડે ઘરે... તને બહુ મજા કરાવીશ.’

અજાતશત્રુનું કાળજું ચિરાયું. ઝરણાનો વિનિપાત નિહાYયા પછી પીછેહઠ ન થઈ. તેને પડતી ન મૂકાઈ, ‘ચલ...’

ઝરણા ઘેલું મલકી.

- કલાક પછી એ જ ચહેરો રોષથી તમતમી રહ્યો છે : અ...જાતશત્રુ તું!

ઘરે લાવી, પાણીનો જગ માથે રેડી નશો ઉતારનાર પુરુષે પોતાની ઓળખ આપવાની જરૂર નથી. ઝરણા એ સૂરતને ભૂલી જ ક્યાં હતી? આ ભવના દુશ્મનને ભાળીને તેની આંખમાંથી અંગારા વરસ્યા, ધડાધડ અજાતશત્રુને પીટતી રહી. ચાર-ચાર વરસથી ધરબાઈ રહેલો આક્રોશ ઉલેચાતો ગયો. હાંફતી તે બેસી પડી, રડી પડી.

‘ક્ષમા બહુ નાનો શબ્દ છે ઝરણા. મારા કૃત્ય પર ઢંકાય નહીં એવો.’ તેના વાર ખમતા રહેલા અજાતશત્રુના હોઠ છેવટે ઊઘડ્યા. ‘બચાવ કે સફાઈ નથી તોળતો, પણ મેં જે કર્યું એ મજબૂરીમાં કર્યું...’ માની બીમારી અને ઘરની હાલત વિશે કહીને તેણે ઉમેર્યું, ‘આવામાં વિરાજની ઑફર આવી અને માના ઑપરેશનનો જોગ પાર પાડવા તેને કોરા કાગળ પર સહી કરી આપીને મેં તને બેઆબરૂ કરવાનું કામ સ્વીકારી લીધું. ’

હેં! ઝરણાનું રુદન થંભ્યું. દિમાગમાં કડકડાટી બોલી. અજાતશત્રુને વિરાજે હા...ય...ર કરેલો?

ધક્કો અનુભવ્યો. પોતાના ચીરહરણમાં અજાતશત્રુની વહેશત, વિકૃતિનો જ દોષ પોતે જોતી રહી. તે કોઈનું પ્યાદું બન્યો હોઈ શકે એવી તો કલ્પના પણ નહોતી થઈ... કે પછી અજાતશત્રુ ડિંગ પર ડિંગ હાંકે છે?

વિરાજ... પુઅર મૅન. છ મહિના અગાઉ રોડ-ઍક્સિડન્ટમાં પત્ની-પુત્રની જોડીને એકસાથે ગુમાવ્યાના આઘાતમાં તેનું ચિત્તભ્રમ થઈ ગયાનું હજી થોડા દહાડા પહેલાં જ મેં તો જાણ્યું. પાગલ આદમીનો હવાલો દઈને અજાતશત્રુ કોને બેવકૂફ બનાવે છે? ફૅશન-ડિઝાઇનરના કલેક્શનને હિટ થવા નેગેટિવ પબ્લિસિટીની જરૂર ન હોય. અરે, વિરાજને મારી સાથે શું દુશ્મની હોય કે મને બેઆબરૂ કરવા ૨૦-૨૫ લાખ રૂપિયા ખર્ચી નાખે! એ પણ સામા કલેક્શને, જેમાં તેને ખુદ સ્પૉન્સરશિપની જરૂર પડતી હોય છે.

સ્પૉન્સરશિપ!

ઝરણાની ભીતર કશુંક સળવળ્યું. ઘણું મથી પણ તેનો સ્પૉન્સર કોણ હતો એ સાંભર્યું નહીં. બની શકે, વિરાજે કોઈની મદદ ન લીધી હોય. તો-તો કેવળ મને બદનામ કરવા લાખો રૂપિયા તે વેડફે જ શું કામ? અહં. કંઈક તો બંધબેસતું નથી. અજાતશત્રુના પસ્તાવામાં, કબૂલાતમાં બનાવટ લાગતી નથી. જે માણસ આદિવાસી ઉત્થાનમાં ખંૂપીને હૈયાનો બોજ હળવો કરવા મથે છે, જે પકડાવાના ભય છતાં મને જાળવીને મારા ઘરે લાવે છે, હોશમાં લાવે છે તેણે જૂઠું બોલવાનું પ્રયોજન પણ શું?

તો? સત્યની ખાતરી કેમ કરવી? વિરાજની દિમાગી હાલત જ એવી નથી કે તે સચ-જૂઠ બોલી શકે. તેની ઑફિસ તેના અસિસ્ટન્ટ મદન ખત્રીએ ટેકઓવર કરી છે. તેને કંઈ માલૂમ હોય ખરું?

ઝરણાએ ઑફિસનો નંબર જોડ્યો. મદન જોડે કનેક્શન મેળવતાં સુધીમાં શું-કેમ પૂછવું એ વિચારી લીધું.

‘મિસ્ટર મદન, હું ફૅશન-ઍનલિસ્ટ છું. મિસ્ટર વિરાજના વેડિંગ કલેક્શન વિશે થોડું જાણવું છે. આઇ થિંક ઇટ વૉઝ હિઝ બેસ્ટ... એમાં તેમની કોઈ સ્પૉન્સરશિપ નહોતી, રાઇટ?’

‘ચોક્કસ હતી વળી...’ મદને ત૨ત ભેદ ખોલી દીધો. ‘મહેતા ઍન્ડ કંપનીના આતશ મહેતા.’

આ પણ વાંચો : કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 3)

ઝરણાના કાનમાં ધાક પડી.

(આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 09:54 AM IST | | Sameet Purvesh Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK