કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 3)

Sameet Purvesh Shroff | Jan 09, 2019, 09:45 IST

ત્રણ મહિના! ઝરણાએ હળવો નિ:શ્વાસ નાખ્યો.

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 3)
લઘુકથા - અંધારાં અજવાળાં

આતશ મહેતાને ઠમઠોર્યાના આ ત્રણ મહિનામાં ધરાર જો નવું કામ મળ્યું હોય. આ બધું કોની ઇન્ફ્લુઅન્સથી થાય છે એ સમજવા ઑક્સફર્ડની ડિગ્રીની જરૂર નહોતી. આનો અર્થ તો એ જ કે કામી પુરુષને પાઠ ભણાવવાની મને સજા મળી રહી છે! કેવો આ દંભી સમાજ.

નપાણિયા લોકોની જમાતથી ઝરણાને શરમ આવતી હતી. વ્યાપારી હિત સાચવવા માણસ સત્યનો ભોગ લે, સંસ્કારની પણ આહુતિ દે એ કેવું! ઠીક છે કે પપ્પાની બચતમૂડી છે એટલે મને આર્થિક તકલીફ નથી, નહીંતર ખોટી વ્યક્તિને ઝૂકી ન શકનારી મારા જેવીએ તો ઝેર પીવાનો જ વારો આવે!

એને બદલે હું પણ ધીટની જેમ અડી બેઠી છું. કેટલા જણ મને ક્યાં સુધી રિજેક્ટ કરતા રહેશે? ક્યારેક તો કોઈનું જિગર ચાલશે...

અત્યારે, હજી તો આમ વિચાર્યું કે ફોન રણક્યો : વિરાજ કૉલિંગ.

ઝરણાનાં નેત્રો જરાતરા પહોળાં થયાં. આતશવાળા કિસ્સા પછી વિદ્યુતે તો બોલચાલનો સંબંધ જ કાપી નાખ્યો. વિરાજને એક-બે વાર સામેથી કામ માટે પોતે ફોન કરેલા એ રિસીવ નહોતા થયા. પ્રોફેશનલ રિલેશનમાં આની જોકે ફરિયાદ ન હોય. આજે એકદમ હું ક્યાં તેને યાદ આવી?

ઝરણાએ કૉલ રિસીવ કર્યો - યસ વિરાજ.

‘વૉટ!’ ઝરણા માની ન શકી, ‘તમે મને રૅમ્પ-વૉક માટે ઇન્વાઇટ કરો છો? તમારા નવા વેડિંગ કલેક્શન માટે?’

‘યસ ઝરણા! આ મારો મોસ્ટ ઍમ્બિશિયસ પ્રોજેક્ટ છે. એના લૉન્ચિંગની ગ્રૅન્ડ ઇવેન્ટમાં મને તારા જેવી કૉન્ફિડન્ટ મૉડલ્સની જરૂર છે.’ વિરાજે માહિતી આપી, ‘ત્રણ દિવસ પછી મારી વર્કશૉપ પર રિહર્સલ્સ છે અને આવતા અઠવાડિયે, બીજી એપ્રિલે ફાઇનલ ઇવેન્ટ ગ્રૅન્ડ હયાતમાં છે. આશરે બસો જેટલા મહેમાનો હશે જેમાં ફૅશનવર્લ્ડની, બૉલીવુડની સેલિબ્રિટીઝ સાથે મીડિયા પણ ખરું...’

ઝરણા સમજતી હતી કે એસ્ટૅબ્લિશ્ડ મૉડલ્સ પણ આવી ઇવેન્ટમાં ભાગ લેવા તલપાપડ બનતી હોય છે. એમાં વિરાજ મને ચમકાવા માગે તો છે પણ...

‘તમે કદાચ જાણતા નથી વિરાજ કે આતશ મહેતા નામના ઇન્ડસ્ટ્રિયલિસ્ટની અણછાજતી માગણીને હું વશ ન થઈ એટલે તેણે મને ત્રણ મહિનાથી ઘરે બેસતી કરી દીધી એમ કહું તો ખોટું નહીં.’

‘અ...ચ્છા!’ બબડી લઈને વિરાજે અવાજ ખંખેર્યો, ‘આઇ ડોન્ટ કૅર ફૉર હિમ... તું રૅમ્પ-વૉકમાં આવે છે એટલું ફાઇનલ!’

‘ઓહ... વિરાજ, થૅન્ક યુ સો મચ. આખરે આપણા ગ્લૅમરવર્લ્ડમાં કોઈ તો મરદ નીકYયો!’ આમ કહેતી ઝરણાને સત્યની જાણ હોત તો?

‘થૅન્ક્સ...’ વિરાજે ઝરણાનો ફોન કટ કર્યો. મને મરદ કહેનારી બિચારી કેટલી ભ્રમમાં છે! ઇવેન્ટમાં તને હાજર રાખવાની શરત સાથે આતશ મહેતાએ મારું કલેક્શન સ્પૉન્સર કર્યું છે. તે પૂરેપૂરો હજી ઊઘડતો નથી, પણ ઇવેન્ટમાં કશુંક જબરદસ્ત કરવાનો એ ચોક્કસ! પહેલાં તેને ઝરણાનું કન્ફર્મેશન દઈ દઉં...

‘વેરી ગુડ...’ ખબર જાણીને આતશે રાજીપો દર્શાવ્યો, ‘નાઓ ડૂ વન થિંગ...’

ઈશ્વર આટલો ક્રૂર થઈ જ કેમ શકે?

અજાતશત્રુની પાંપણે બુંદ જામી. માની હાલત અચાનક લથડી હતી. અઠવાડિયાથી પ્રાઇવેટ હૉસ્પિટલમાં છે. પાણીની જેમ પૈસો વપરાય છે. ડૉક્ટરોએ કહી દીધું છે કે ઑપરેશનનો પંદરથી વીસ લાખનો ખર્ચો છે, બે દિવસમાં પૈસા જમા કરવો નહીંતર પછી મા બચશે નહીં!

ક્યાંથી કાઢવી આટલી મોટી રકમ? અનેક ઠેકાણે પોતે હાથ ફેલાવી ચૂક્યો છે, પણ ક્યાંયથી આશાનું કિરણ દેખાતું નથી! કોઈ તો મારી વહારે ધાઓ!

અને એ ક્ષણે રણકેલા ફોને નવી ઉમ્મીદ જગાવી.

‘વૉટ!’ અજાતશત્રુ સમસમી ગયો.

વિરાજ એથી ડગ્યો નહીં.

આતશ મહેતાની સ્પૉન્સરશિપ માટે તેમની ઑફિસે પહેલી મુલાકાત ગોઠવાઈ એમાં જ તેમણે સ્પષ્ટ કરેલું : તારા કલેક્શન માટે તું કહે એનાથી ડબલ ચાર્જ હું ચૂકવીશ, પણ એની ઇવેન્ટ હું કહું એ મુજબની જ હોવી જોઈએ... વિરાજે વાગોળ્યું.

આમાં ઇનકાર શું કામ હોય? તેણે ઍગ્રીમેન્ટમાં આની ક્લોઝ મુકાવી ત્યારે પણ વાંધો નહોતો લેવાયો. ઊલટું તેણે નાણાંની કોથળી ખુલ્લી મૂકતાં મારા ડ્રીમ પ્રોજેક્ટને નવી હાઇટ પર લઈ જઈ શકીશ હું...

છેવટે ઇવેન્ટનો પ્લાનિંગ તબક્કો આવ્યો ત્યારે આતશે પહેલું પત્તું નાખ્યું : આમાં એક મૉડલ તરીકે મને ઝરણા જોશી જોઈએ... ડૂ યુ નો હર?

‘જી, મેં તેની સાથે કામ કર્યું છે, બટ...’ વિરાજ ખચકાયેલો. આતશ સાથે ‘મિસબિહેવ’ કરનારીને તેણે ઑલમોસ્ટ બ્લૅકલિસ્ટ કરાવ્યાની વાત સર્કલમાં છૂપી નથી એટલે તો પોતે પણ તેને ભાવ નથી આપતો. હવે મારી ઇવેન્ટમાં એ જ આતશ સામેથી ઝરણાને હાજર રાખવા સૂચવે છે?

શું કામ?

‘વખત આવ્યે કહીશ...’ આતશે પત્તાં પોતાના હાથમાં રાખવાં હતાં, નૅચરલી.

ખેર, ઝરણાની હાજરી કન્ફર્મ કરવી સરળ રહી. મારા કલેક્શનના સ્પૉન્સર આતશ છે એવી તેને કે કોઈને જાણ ક્યાં છે? આતશની સ્પષ્ટ સૂચના શરૂથી રહેલી કે મારું કે મારી કંપનીનું નામ ક્યાંય આવવું ન જોઈએ... નૅચરલી, નહીંતર ઝરણા ચેતી ન જાય!

‘ઝરણા રેડી છે મતલબ સ્ટેપ વન ટેકન.’ આતશ બીજું પત્તું ઉતરેલો, ‘તારા કલેક્શનમાં બ્રાઇડ સાથે વરરાજાના પણ ડ્રેસિસ હોવાના...’

‘અફકોર્સ. એ માટે મેં ટોચના મેલ મૉડલ્સને નિમંhયા છે... પહેલાં બ્રાઇડ રાઉન્ડ લે, તે રિટર્ન થાય કે ગ્રૂમ આવતો દેખાય એ રીતે વન બાય વનની સાઇકલ ચાલશે...’

‘આઇ નો. હવે એક કામ કર. આમાં એક જુવાન એવો રાખ જે એક્સ્ટ્રા ચાર્જ લઈને આપણે કહીએ એ કામ કરી આપે.’

પણ કયું કામ?’ વિરાજ સહેજ અકળાયેલો. આખરે આતશે ધાર્યું છે શું?

‘એ જુવાન મૉડલે સ્ત્રીની આબરૂ પર હાથ નાખવાનું કામ કરવાનું છે.’ છેવટે તેણે ખુલાસો કરતાં વિરાજ ડઘાયેલો. આતશ જે વિચારે છે એ દૃશ્યની કલ્પના સહેજ થથરાવી ગઈ, ‘બટ સર, નાહક આમાં આખો શો વગોવાઈ જશે.’

‘એમ કહે કે એને વગર મફતની પબ્લિસિટી મળશે!’ ખંધા વેપારીની ગણતરીથી આતશે સમજાવ્યું હતું, ‘રૂપિયા માટે અહીં લોકો ખૂન કરતાં ખચકાતા નથી. શોધી કાઢ આવો કોઈ ગરજાઉ જુવાન!’

વિરાજને એટલી તો ખાતરી હતી કે આતશે જે કરવા ધાર્યું છે એ પૂરું પડ્યા પછી ઝરણા જિંદગીભર એના આઘાતમાંથી બહાર નહીં નીકળી શકે! વેલ, વેલ... મારે ઝરણાના આઘાતની નહીં, મારા પ્રોજેક્ટની જ ખેવના કરવાની હોયને!

પહેલા થયું કે સ્ટ્રગલર મૉડલ્સમાંથી કોઈ પણ તક માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે... પણ પછી વિચારતાં લાગ્યું કે આ બનાવ તેની મૉડલિંગ કારકર્દિી માટે ધી એન્ડ જેવો પણ નીવડી શકે. એટલે આવું જોખમ લેવા કોઈ તૈયાર ન પણ થાય! અહં, મને કોઈ એવી વ્યક્તિ જોઈએ જેને કારકર્દિીના બ્રેકની નહીં પણ પૈસાની તાતી જરૂર હોય, જેને મૉડલિંગનો જરાતરા અનુભવ પણ હોય!

તેણે ઍડ એજન્સીમાં અમસ્તું જ પૂછવા માંડ્યું : મારા આવનારા લૉન્ચિંગમાં જરૂરતમંદને મદદગાર થવાનું ધ્યેય રાખ્યું છે. આપણા પ્રોફેશન સાથે સંલગ્ન કોઈ જુવાનને આર્થિક મદદની જરૂર હોય તો કહેજો... પછી તો આના રિસ્પૉન્સમાં ત્રણ-ચાર નામ મળ્યાં. એમાં અજાતશત્રુ પર મન બેઠું. તેને પહેલી વાર કામ આપનારો હું છું એનું ઑબ્લિગેશન પણ રહેશે. નબળી આર્થિïક સ્થિતિને કારણે જપાની તેલની પણ જાહેરખબર કરનારને મૂલ્યોમાં બાંધછોડની ફાવટ હશે અને માની સારવાર માટે તાત્કાલિક લાખો રૂપિયાનો જોગ પાડવા તે અમને જોઈતું કરવા તૈયાર પણ થઈ જાય...

પોતે ખુદ તેને ફોન કરીને ઑફિસમાં મળવા બોલાવ્યો. મારા કૉલે માને હૉસ્પિટલમાં પાડોશીના ભરોસે છોડીને તે આવ્યો એમાં જ તેની ગરજ છતી થાય છે...

માપી-ગણીને પોતે વાત મૂકી : હૉસ્પિટલના અકાઉન્ટમાં હું હમણાં પચીસ લાખની રકમ ભરી દઉં, તારે મારું એક નાનકડું કામ કરવું પડશે.

અજાતશત્રુમાં એટલી સમજ તો હોય જ કે નાનકડા કામના કોઈ મબલખ રૂપિયા ન આપે. શું કામ હશે? મૉડલિંગની અંધારી બાજુમાં સામાન્ય હોય એવું કોઈ ગંદું કામ જ હોવું જોઈએ. નહીં, મા માટે મારી જાત વેચવાનો મને સંકોચ નહીં થાય!

‘તો પહેલાં આ કોરા કાગળ પર સહી કર.’

બ્લૅન્ક પેપર પર સહી કરવાનો અર્થ કાંડાં કાપી આપવાનો થાય, પણ એ વિના મને મારું જોઈતું મળવાનું નહીં... અજાતશત્રુએ કાગળ ખેંચીને સડસડાટ સહી કરી આપી. શિકાર જાળમાં ફસાયાના સંતોષભેર કાગળ સંભાળીને સેફમાં મૂકીને વિરાજે ઝરણાની ઓળખનો ફોડ પાડ્યા વિના કામ બાબત કહેતાં અજાતશત્રુ ચોંકી ઊઠ્યો - વૉટ.

અત્યારે તેના ચહેરા પર ઊતરી આવેલો રોષે નિહાળીને વિરાજના હોઠ વંકાયા, ‘આટલું ચોંકવાની જરૂર નથી. જેની સાથે તારે આ કામ કરવાનું છે તે કંઈ તારી બહેન નથી.’ હળવેથી ઉમેર્યું, ‘સગી જનેતાથી તો વધારે નથી જ.’

જનેતાના ઉલ્લેખે અજાતશત્રુ ઢીલો પડી ગયો. પોતાની મજબૂરી સાંભરી ગઈ, ‘ઠીક છે, તમે કહેશો એમ કરીશ.’

તેની કબૂલાતમાં વિરાજને આતશે ઘડેલું કાવતરું પાર પડતું લાગ્યું!

સાવિત્રીબહેને આંખો ખોલી. સામે જ ભીની આંખે ઊભેલા દીકરાને નિહાળીને પોતે હજી ધરતી પર જ હોવાનો અહેસાસ થયો. તેમણે

હળવે-હળવે ફરકાવેલા સ્મિતમાં અજાતશત્રુને પાર ઊતર્યાની લાગણી થઈ.

પરમ દહાડે વિરાજ સાથે ડીલ પાકી કરતાં તેણે હૉસ્પિટલમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ગઈ કાલે માનું દસ કલાક લાંબું ઑપરેશન ચાલ્યું ને અત્યારે તેણે આંખો ખોલી એ પ્રત્યેક ઘડી પોતે માફી જ માગતો રહ્યો છે - માની, ઈશ્વરની... અને એ અજાણી મૉડલની જેની સાથે...

અજાતશત્રુને ધ્રુજારી થઈ : રૂપિયાના બદલામાં વિરાજ મારી પાસે કયું કામ કરવાનો છે એ જો મા જાણે તો તેનું સર્જરી પામેલું હૃદય ધબકારા ચૂકી જાય કે બીજું કંઈ? નહીં, માને તો ગંધ આવવી જ ન જોઈએ.... હૉસ્પિટલમાં હજી પખવાડિયું રહેવાનું છે. એ દરમ્યાન ઇવેન્ટ ભેગું જે થવાનું એ થઈ જવાનું. અહીં તો એના ખબર માને પડવાના નહીં એટલે તે સુખરૂપ ઘર પહોંચે પછી હું જ કહીશ... તે જે પ્રાયશ્ચત સૂચવશે એ કરી લઈશ... બીજું તો શું!

અને એ ઘડી આવી પહોંચી.

ગ્રૅન્ડ હયાત હોટેલના બૅન્ક્વેટમાં ધૂમધડાકાભેર વિરાજ માર્કન્ડના નવા કલેક્શનનું લૉન્ચિંગ થયું. બૉલીવુડ અને ફૅશનવલ્ર્ડના માંધાતાઓની હાજરીથી માહોલ ચકાચૌંંધભર્યો હતો. મીડિયાકર્મીઓના કૅમેરા ફટાફટ ફ્લૅશ થઈ રહ્યા હતા. વિરાજ સિવાય કોઈ જાણતું નથી કે ફોટોગ્રાફરોના ટોળામાં બે જણ તો આતશ મહેતા વતી શૂટ કરી રહ્યા છે. મોકાની એવી જગ્યાએ ગોઠવાયા છે કે સ્ટેજ પર જે બનવાનું એ તેમના કૅમેરામાંથી છટકવાનું નહીં! શું થવાનું છે એની જોકે તેમને પણ ભનક નથી. આતશ મહેતા કે તેમની કંપનીનું અહીં નામોનિશાન નથી, પણ હું જાણું છું કે હોટેલના સ્વીટમાં તેઓ મેં અહીં ગોઠવેલા ઘ્ઘ્વ્સ્નું લાઇવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યા છે...

‘અટેન્શન પ્લીઝ...’ છેવટે ઍન્કર્સની જોડી આવી પહોંચતાં હૉલમાં ગણગણાટ શાંત થઈ ગયો. દિલચસ્પ અંદાજમાં તેમણે રૅમ્પ-વૉક શરૂ કરાવ્યો ને વિરાજનું હૈયું ધડકી ગયું.

‘નંબર સિક્સ, બી રેડી. નેક્સ્ટ ટર્ન તમારો છે!’

ગ્રીનરૂમમાં વિરાજનો સ્ટાફ મૉડલ્સના ફાઇનલ મેકઅપ અને ટચઅપમાં ખડે પગે છે. બીજી ટીમ લાસ્ટ મોમેન્ટની સૂચના આપે છે - ક્યાં પૉઝ લેવો, ક્યારે ટર્ન થવું, પૉસ્ચર કેવું રાખવું...

હવે અજાતશત્રુનો વારો હતો. નીકળતાં પહેલાં અછડતી નજર બાજુમાં ફેંકી. તેણે નોંધ્યું તો ઝરણા તૈયાર થઈને બેઠી છે. પુઅર ગર્લ. હું વૉક પતાવીને રિટર્ન થતો હોઈશ ત્યારે મલ૫તી ચાલે ઝરણા પ્રવેશશે. સ્ટેજની મધ્યમાં અમે ભેગા થઈશું... પછી...

સરર૨... સટાક!

અજાતશત્રુએ જમણો હાથ લંબાવ્યો. ઝરણાને કે કોઈને કંઈ સમજાય એ પહેલાં તેનો પંજો બ્લાઉઝ પર પડ્યો ને વળતી પળે તેણે ઝાટકો આપતાં ચોલી ઉતરડાઈ ગઈ, ઝરણાના ઉન્નત ઉરજો પ્રેક્ષકો માટે ખુલ્લા થઈ ગયા!

ધડાધડ કૅમેરાની ફ્લૅશ થવા લાગી. વિરાજે ચીંધેલું કામ પતાવીને અજાતશત્રુ દોડી ગયો. પૂતળા જેવી થઈ ઝરણા લૂંટાયેલા નગર જેવી અર્ધનગ્ન હાલતમાં ત્યાં જ ખોડાઈ રહી!

આ પણ વાંચો : કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 2)

આ શું થઈ ગયું?

(ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK