લૉકડાઉન ખૂલ્યા બાદ જ્યારથી લોકલ ટ્રેન અસેન્શિયલ સર્વિસિસના લોકો માટે શરૂ થઈ છે ત્યારથી આમઆદમી પણ તેમના માટે મુંબઈની લાઇફલાઇન શરૂ થાય એવી ડિમાન્ડ કરી રહ્યો છે, પણ સરકારે હજી સુધી એ બાબતે નિર્ણય નથી લીધો. જોકે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા લઈને અસેન્શિયલ સર્વિસ માટેના બનાવટી પેપર બનાવી આપતા હોવાનું છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે, પણ હજી કોઈ મોટી કાર્યવાહી થઈ નહોતી.
છેલ્લા થોડા દિવસથી ફેસબુક પર શિવ આઝાદ મિશ્રા નામની વ્યક્તિએ પોતાના ફેસબુક પ્રોફાઇલ પર લખ્યું હતું કે ‘એનિવન નીડ આઇડી ફૉર ટ્રેન પાસ, કૉલ ૯૮૯૨૨*****’.
આવું પ્રોફાઇલ ‘મિડ-ડે’ના રિપોર્ટરના ધ્યાનમાં આવતા તેણે શિવ આઝાદ મિશ્રા નામની વ્યક્તિ સાથે વાત કરી તો તેણે ‘મિડ-ડે’ના રિપોર્ટરને પણ ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે આવો બનાવટી લેટર પૈસા લઈને આપવા તૈયારી બતાવી હતી. જોકે આ રિપોર્ટરે તરત જ આ બાબતની વાત મુંબઈ પોલીસની સાઇબર ક્રાઇમ વિંગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રશ્મિ કરંદીકરને કરતાં તેમના એક ઑફિસરે કસ્ટમર બનીને શિવ આઝાદ મિશ્રાને ફોન કર્યો અને બનાવટી લેટરની ડિલિવરી આપવા તે જ્યારે કુર્લા સ્ટેશને આવ્યો ત્યારે તેની રંગેહાથ ધરપકડ કરી લીધી.
આરોપી એક ફિઝિયોથેરપિસ્ટ છે, પણ લૉકડાઉનમાં લોકો ફિઝિયોથેરપી માટે જવાનું ઓછું પ્રીફર કરતા હોવાથી તેણે આ રીતે પૈસા કમાવવાનું શરૂ કર્યું હોવાનું પોલીસનું કહેવું છે. શરૂઆતની તપાસમાં પોલીસને તેણે સોથી વધારે લોકોને પૈસા લઈને આવા બનાવટી લેટર આપ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસે તેની પાસેથી કુલ ૨,૮૮,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઇલ, એક કમ્પ્યુટર, એક લૅપટૉપ અને બે પ્રિન્ટર જપ્ત કર્યાં છે.
આ બાબતે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રશ્મિ કરંદીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તમારી અલર્ટનેસને લીધે આજે અમે બનાવટી લેટર બનાવીને આપતી વ્યક્તિને પકડી શક્યા છીએ. આ એક ડૉક્ટર છે અને તેની બદલાપુરમાં ક્લિનિક છે તેમ જ તે મુંબઈ અને નવી મુંબઈની અમુક હૉસ્પિટલમાં ફિઝિયોથેરપિસ્ટ તરીકે જાય છે. આમ છતાં તેને પૈસાની એવી તે કેવી જરૂર પડી કે આ રસ્તે ચાલવું પડ્યું એની અમે તપાસ કરી રહ્યા છીએ. એક અલર્ટ સિટિઝનની જેમ પોલીસની મદદ કરવા બદલ અમે ‘મિડ-ડે’ના આભારી છીએ.
પોલીસે આવી રીતે બનાવટી લેટરના આધારે રેલવેની ટિકિટ કે પાસ ન કઢાવવા લોકોને અપીલ કરી છે. એટલું જ નહીં, તેમનું કહેવું છે કે આ એક ગુનો હોવાથી લોકો આ બધાથી જેટલા દૂર રહે એટલું સારું છે.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST