Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સારવારના નામે પૉશ હૉસ્પિટલમાં મટકા-ક્વીન જયા ભગતના જલસા

સારવારના નામે પૉશ હૉસ્પિટલમાં મટકા-ક્વીન જયા ભગતના જલસા

08 December, 2011 08:20 AM IST |

સારવારના નામે પૉશ હૉસ્પિટલમાં મટકા-ક્વીન જયા ભગતના જલસા

સારવારના નામે પૉશ હૉસ્પિટલમાં મટકા-ક્વીન જયા ભગતના જલસા




(પ્રિયંકા વોરા)





મુંબઈ, તા. ૮

એક સપ્તાહ પહેલાં તેને ઊલ્ાટીની તકલીફ થતાં જે. જે. હૉસ્પિટલમાં લાવવામાં આવ્ાી હતી, જ્યાં ડૉક્ટરે તેને બેરિઆટ્રિક સજ્ર્યન પાસે મોકલવા માટે ભલામણ કરી હતી. જયા ભગતે ૨૦૦૮માં તેના પતિ સુરેશ ભગતની હત્યા પહેલાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં બેરિઆટ્રિક સર્જરી કરાવી હતી.



જે. જે. હૉસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેરિઆટ્રિક સર્જરી બાદના કૉમ્પ્લીકેશન્સની સારવાર માટેની વ્યવસ્થા હૉસ્પિટલમાં નથી. એટલે જ જયા ભગતને સૈફી હૉસ્પિટલના બેરિઆટ્રિક ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવી છે. જે. જે. હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ જયા ભગતને સારવાર માટે જે. જે. હૉસ્પિટલમાં લાવવામાં તો આવે છે, પરંતુ તેને કદી અહીં સારવાર આપવામાં જ નથી આવતી. કોઈ પણ બીમારીની સારવાર જે. જે. હૉસ્પિટલમાં લેવાની જયા ના જ પાડે છે. આ અગાઉ જયા ભગત ૬ મહિના સુધી વિવિધ બીમારીની સારવાર માટે જસલોક હૉસ્પિટલમાં રહી હતી, પરંતુ ર્કોટના આદેશને કારણે તેને ૨૦૧૦ના ઑક્ટોબરમાં જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જસલોક હૉસ્પિટલમાં ટીવી તથા ઍરકન્ડિશન જેવી તમામ લક્ઝરી તેણે ભોગવી હતી. આ તરફ સૈફી હૉસ્પિટલના સંચાલકોએ આ મામલે ‘મિડ-ડે’ને કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી.

મટકા-ક્વીન પર હત્યાનો આરોપ

૨૦૦૮માં સુરેશ ભગતની હત્યામાં તેની પત્ની જયા, પુત્ર હિતેશ તથા અન્ય પાંચ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને મોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગે‍નાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) હેઠળ પકડવામાં પણ આવ્યાં હતાં. જોકે બાદમાં મોકા હટાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ડિવૉર્સ બાદ જયા તથા સુરેશ બન્ને અલગ-અલગ મટકાના જુગારનો ગોરખધંધો ચલાવતાં હતાં. ૧૦૦ કરોડ રૂપિયાના વિવાદને મામલે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. Whatsapp-channel Whatsapp-channel

08 December, 2011 08:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK