બીમાર-બેરોજગાર હોય તો પણ પત્નીને ભરણપોષણ આપો : બૉમ્બે હાઈ ર્કોટ

Published: 19th December, 2012 05:25 IST

ગંભીર બીમારીને પગલે નોકરી ગુમાવવાનો વખત આવ્યો હોઈ ડિવૉર્સ બાદ પત્નીને ભરણપોષણ પેટે આપવી પડનારી દર મહિને પાંચ હજાર રૂપિયાની રકમ માફ કરો એવી અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી અને જ્યાં સુધી આ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પત્નીને ભરણપોષણ આપવાનું ચાલુ રાખવું પડશે એવું કોર્ટે કહ્યું હતું.સૂર્યકાંત નામના એન્જિનિયરે તેને ભરણપોષણ આપવામાંથી છુટકારો આપવાની કોર્ટને અરજી કરી હતી. અગાઉ કોર્ટે તેને દર મહિને પાંચ હજાર રૂપિયા તેની પત્નીને ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો, પણ તેણે એક પણ વાર પૈસા આપ્યા નહોતા. ગંભીર બીમારીને પગલે પોતે ઊભો પણ રહી ન શકતો હોવાને લીધે નોકરી ગુમાવવાનો વખત આવી ગયો હોઈ તેને રાહત આપવામાં આવે એવી અરજી તેણે ર્કોટ સમક્ષ કરી હતી એટલું જ નહીં, તેણે ર્કોટમાં તેને એચઆઇવી હોવાનો તેમ જ આર્થ્રાઇટિસ અને ટીબી હોવાના મેડિકલ રિપોર્ટ પણ ર્કોટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે કોર્ટે કેસની સુનાવણી ચાલશે એ દરમ્યાન પોતાની બીમારી પુરવાર કરવી પડશે એવું કહીને તેની માગણીને ફગાવી દીધી હતી.

એચઆઈવી =હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ

ટીબી=ટ્યુબરક્યુલોસીસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK