એક્ટર બમન ઈરાનીના પિતરાઇને ત્યાંથી 1 કરોડનું સોનું ચોરાયું, ઘરકામ કરનારી બાઇ અને દીકરો અટકમાં

Published: 14th December, 2020 21:20 IST | Gujarati Mid-day Online Correspondent | Bengaluru

એક અપરાધી સોનું વેચવાની પેરવીમાં હતો ત્યારે જ ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બેંગાલુરુ પોલીસે એક કામવાળી તથા તેના દીકરાને એક કરોડ રૂપિયા જેટલી કિંમતનું સોનું ચોરતા પકડ્યા છે. આ મા-દીકરાએ મળીને એક્ટર બમન ઈરાનીના (Boman Irani) પિતરાઇ ભાઇને ઘરેથી આ ચોરી કરી હતી. 

59 વર્ષનાં ખુરશીદ ઈરાની અબ્બસ અલી રોડ પર એમ્બેસી એપાર્ટમેન્ટમાં રહે છે, તેમણે જ્યારે જોયું કે તેમની તિજોરીમાંથી કેટલીક વસ્તુઓ ગાયબ છે ત્યારે તેમણે તરત ફરિયાદ નોંધાવી. ફરિયાદ અનુસાર 700 ગ્રામના સાત ગોલ્ડ બિસ્કિટી, 85 લાખ રોકડ રકમ અને 15000 જેટલા અમેરિકન ડૉલર્સ એટલે કે લગભગ 11 લાખ રૂપિયાની ચોરી ઘરમાંથી થઇ હતી. ચોરી તો થોડા સમયથી ચાલી રહી હતી પણ ખુરશીદનું ધ્યાન ડિસેમ્બરમાં જ ગયું. આ અંગે ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયામા ંઆવેલા એક રિપોર્ટ અનુસાર મેરી એલિસ, વય 65, જે ખુરશીદને ઘરે કામ કરે છે અને તે પણ 25 વર્ષથી, તેણે અને તેના 22 વર્ષના દીકરા માઇકલ વિન્સેન્ટે છેલ્લા કેટલાક વખતથી આ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.  

માઇકલે આઇપીએલના બેટિંગમાં સારા એવા પૈસા ગુમાવ્યા હતા અને એ ચૂકતે કરવા તેની મા સાથે મળી તેણે ધીરે ધીરે ખુરશીદના પૈસા ચોરવાની શરૂઆત કરી. ખુરશીદના સોનાના બિસ્કિટ અને રોકડા તિજોરીમાં હતા પણ તેનું ધ્યાન ગયું કે આ ચીજો તેની જગ્યા પર નહોતી અને તેને તરત એલિસ પર શંકા ગઇ. એલિસે પોતાનો વાંક ન પકડાય એટલે ચૂપચાપ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસે મા-દીકરાની રહેણીકરણી પરથી શોધ્યું કે કંઇક અજુગતું છે અને અંતે તેમણે માઇકલને સોનું વેચતા રંગે હાથ પકડ્યો. હાલમાં એલિસ અને માઇકલ બંન્ને પોલીસની અટકમાં છે  અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK