Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વર્ષ પૂરું થતાં પહેલાં - (લાઇફ કા ફન્ડા)

વર્ષ પૂરું થતાં પહેલાં - (લાઇફ કા ફન્ડા)

08 January, 2019 10:44 AM IST |
Heta Bhushan | feedbackgmd@mid-day.com

વર્ષ પૂરું થતાં પહેલાં - (લાઇફ કા ફન્ડા)

વર્ષ પૂરું થતાં પહેલાં - (લાઇફ કા ફન્ડા)


લાઇફ કા ફન્ડા 

ક્રિસમસનો તહેવાર ઊજવાઈ ગયો, હવે સોસાયટીમાં વર્ષના છેલ્લા દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ. સોસાયટીમાં ખ્રિસ્તીઓ બહુ રહેતા નહોતા છતાં બધા થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અને નવા વર્ષને આવકારવા થનગની રહ્યા હતા. પાર્ટી, DJ, ડેકોરેશન, લાઇટિંગ વગેરે બધી જ તૈયારીઓ ચાલુ હતી.



ત્યાં સોસાયટીમાં બે ગ્રુપ પડી ગયાં. તેમની વચ્ચે ઝઘડો હતો એ વધી ગયો અને એક ગ્રુપ કાર્યક્રમ કરવાના વિરોધમાં હતું. તેમને આટલી બધી તૈયારીઓ ગમતી નહોતી એટલે તે બધા કોઈ ને કોઈ વાતે વાંધો લઈ ઝઘડો કરતા અને અંતે ઝઘડો ખૂબ જ વધી ગયો. વાત મારામારી પર પહોંચી ગઈ. કાર્યક્રમ રદ કરવો પડ્યો. બધી મહેનત પાણીમાં ગઈ.


સોસાયટીના અમુક અનુભવીઓ આગળ આવ્યા. તેમણે ૩૦ તારીખે બન્ને ગ્રુપના લોકોને બોલાવ્યા અને કહ્યું, આપણી સોસાયટીમાં સંપ અને શાંતિ નથી. કોઈ કાર્યક્રમ કે ઉજવણી હળીમળીને થતાં નથી. આ સારી વાત નથી. તમે બન્ને ગ્રુપ ખોટા ઝઘડા અને એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરો. આ વાત બન્ને ગ્રુપમાંથી કોઈને ગમી નહીં, પણ વાત તો સાચી હતી. અનુભવી સિનિયર સિટિઝનોએ કહ્યું, સાંભળો, અમે આવતી કાલે ઉજવણી કરવાના છીએ. શાંતિભર્યા નવા વર્ષને આવકારવાના છીએ. તમે ઝઘડા ભૂલીને જોડાવું હોય તો જોડાઈ શકો છો, પણ આજ પછી ઝઘડા કરી સોસાયટીની શાંતિ ભંગ નહીં કરતા. ઉજવણીમાં જોડાવું હશે તો બધા ઝઘડા ભૂલવા પડશે, જેની જોડે ઝઘડો છો તેને જ કેક ખવડાવવી પડશે અને તેની જોડે જ નાચી-ગાઈને નવા વર્ષના આગમનને વધાવવું પડશે. અમે બધા તમને એટલું જ કહેવા માગીએ છીએ કે જેમ નવા વર્ષમાં જૂનું કૅલેન્ડર કાઢી નવું લગાડશો, જૂની ડાયરી બદલી નવી શરૂ કરશો એમ અમે બધા તમને વિનંતી કરીએ છીએ કે જૂનું વેર-વૈમનસ્ય ભૂલી જાઓ, એકબીજા પ્રત્યે જોવાની દૃષ્ટિ બદલી નાખો, નવા વર્ષમાં નવા વિચારો, નવા બદલાવ અને નવી દોસ્તી સાથે નવી શરૂઆત કરો, પાડોશમાં રહીને વેરભાવ રાખવો સારો નહીં.

આ પણ વાંચો : શાંત મન - (લાઇફ કા ફન્ડા)


બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એકત્રીસમી તારીખની સાંજે બધા રાતની ઉજવણીની તૈયારી સાથે મળી કરવા લાગ્યા. રાત પડી, નાચ-ગાન શરૂ થયાં. બધા જૂની વાતો ભૂલી જઈને એકબીજાને કેક ખવડાવી સાથે નાચીને મસ્તીમાં ગુલતાન થઈ ગયા. નવું વર્ષ શરૂ થતાં પહેલાં પોતાનાં બધાં આપસી વેરને ભૂલી ગયા. આનંદ-આનંદ થઈ ગયો.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 10:44 AM IST | | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK