Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એક કિલો ચોખા માટે વેનેઝુએલામાં થઈ રહી છે હત્યાઓ

એક કિલો ચોખા માટે વેનેઝુએલામાં થઈ રહી છે હત્યાઓ

12 February, 2019 05:18 PM IST |

એક કિલો ચોખા માટે વેનેઝુએલામાં થઈ રહી છે હત્યાઓ

વેનેઝુએલામાં ઘેરું થયું સંકટ

વેનેઝુએલામાં ઘેરું થયું સંકટ


વેનેઝુએલાનું આર્થિક સંકટ કોઈનાથી છુપું નથી. સ્થિતિ એવી છે કે અત્યારે લોકોને ત્યાં જમવાના પણ ફાંફાં પડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ત્યાં ભૂખમરાની એવી સ્થિતિ છે કે એક કિલો ચોખા માટે એકબીજાની હત્યા કરતા નથી અચકાઈ રહ્યા. આટલું બધું થયા બાદ પણ ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આંતરરાષ્ટ્રીય મદદને એમ કહીને ઈન્કાર કર્યો છે કે તેમનો દેશ ભિખારી નથી. સ્થિતિ એ છે કે અત્યાર સુધીમાં આર્થિક બદહાલીનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં ફુગાવાનો દર 13 લાખ ટકા સુધી પહોંચી ગયો છે.

આકાશને આંબી રહી છે મોંઘવારી
સ્થિતિએ છે કે માર્કેટમાં એક કિલો ચિકનની કિંમત 10, 277 રૂપિયા, કોઈ રેસ્ટોરામાં સામાન્ય જમવાનું 34 હજાર રૂપિયા, 5 હજાર રૂપિયા લીટરથી વધુમાં દૂધ, 6535 રૂપિયામાં એક ડઝન  ઈંડા, 11 હજાર રૂપિયે કિલો ટામેટાં, 16 હજાર રૂપિયામાં માખણ, 17 હજાર રૂપિયે કિલો બટેટા જ્યારે કોકાકોલા 6 હજાર રૂપિયામાં બે લીટર મળે છે.

ઠુકરાવી અંતરરાષ્ટ્રીય મદદ
આટલા ફુગાવા છતા અમેરિકાથી સહાય સામગ્રી લઈને આવેલા જહાજને વેનેઝુએલા આવતા પહેલા જ રોકી દેવામાં આવ્યું છે. આ જહાજ હાલ કોલંબિયાના કુકુટામાં છે. માદુરોએ જહાજને પ્રવેશતા રોકવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે તેને અમેરિકાના આક્રમણ સમાન બતાવ્યું. અહીં એ પણ ધ્યાનમાં લેવાની વાત છે કે માદુરો સરકારે આંતરરાષ્ટ્રીય સહાય લેવાની એમ કહીને ના પાડી દીધી કે માનવતાનો દેખાડો કરવા માટે મોકલવામાં આવેલી મદદને અમે ક્યારેય નહીં સ્વીકારીએ. વેનેઝુએલામાં માનવતા પર સંકટ હોવાનો ખોટો પ્રચાર છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ અહીં એવું કાંઈ જ નથી. તેમણે અમેરિકા તેમના આંતરિક મામલામાં દખલ દેવાનો પણ આરોપ લગાવ્યો.

ગૃહયુદ્ધની શક્યતા
હાલમાં જ વેનેઝુએલાની સેનામાં ડૉક્ટર કર્નલ રુબેન પાજ જિમેનેજએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સાથે પોતાની વફાદારી ખતમ કરવાની જાહેરાત રી છે. જેના કારણે વેનેઝુએલામાં ગૃહયુદ્ધ થવાની શક્યતા રહેલી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 05:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK