ચંદ્રપુરમાં વાઘે ખેડૂતને ફાડી ખાધો, એક વર્ષમાં આ ૧૭મો શિકાર

Published: Jul 05, 2020, 12:48 IST | Agencies | Mumbai

આ વર્ષે વાઘના હુમલાને કારણે નીપજેલું આ ૧૭મું મોત છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચંદ્રાપુર જિલ્લાના નાગભીડ તાલુકામાં એક વાઘે ખેડૂતને ફાડી ખાધો હતો. સોનુલી ગામનો રહેવાસી ૩૬ વર્ષનો મરોતી ઉઈકે નજીકના ખેતરમાંથી વનમાં ગયો ત્યારે વાઘે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટના નાગભીડ ફૉરેસ્ટ રેન્જની માંગરુળ બીટમાં કમ્પાર્ટમેન્ટ નંબર-૭૮માં બની હતી. મૃતકના સ્વજનને ૨૫,૦૦૦ રૂપિયાનું પ્રારંભિક વળતર આપવામાં આવ્યું છે, એમ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ એસ. વી. રામારાવે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વાઘના હુમલાને કારણે નીપજેલું આ ૧૭મું મોત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK