Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈમરાન ખાને આર્ટિકલ 370 મામલે PM મોદી સાથે કરી છે ડીલ,પૂર્વ પત્નીનો આરોપ

ઈમરાન ખાને આર્ટિકલ 370 મામલે PM મોદી સાથે કરી છે ડીલ,પૂર્વ પત્નીનો આરોપ

20 August, 2019 01:21 PM IST | ઈસ્લામાબાદ

ઈમરાન ખાને આર્ટિકલ 370 મામલે PM મોદી સાથે કરી છે ડીલ,પૂર્વ પત્નીનો આરોપ

રેહમ ખાન

રેહમ ખાન


જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરવામાં આવતા પાકિસ્તાન અકળાયું છે. આ મુદ્દે તે પોતાની સંસદથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર મગરમચ્છના આંસુ વહાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચ અને મુસ્લિમ દેશો પાસેથી આ મામલે કોઈ મદદ ન મળતા પાકિસ્તાનું દર્દ વધી ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાનની પૂર્વ પત્ની રેહમ કાને આ મામલે બહુ જ મોટો ખુલાસો કર્યો છે. તેમણે ઈમરાન ખાન પર જમ્મૂ કશ્મીરને લઈને મોટો આરોપ લગાવ્યો છે.

ઈમરાન ખાનની પત્ની રેહમ ખાન વ્યવસાયે પત્રકાર છે. એટલે તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તેમણે પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. રેહમ ખાનનું કહેવું છે કે ઈમરાન ખાને કશ્મીરના મુદ્દે ભારતની સાથે એક ગુપ્ત ડીલ કરી છે. તેમનો દાવો છે કે ઈમરાન ખાને આ ડીલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે કરી છે. આ જ કારણે જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરવા માટે તે પોતાની વાત મજબૂતીથી નથી રાખી શક્યા અને ન તો તેની સામે કોઈ મજબૂતીથી કદમ ઉઠાવી રહ્યું છે.

REHAM KHAN



તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પહેલા જ જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાને લઈને વિપક્ષના નિશાના પર છે. સંસદમાં સતત તેમની સામે નિવેદનો અને નારેબાજી થઈ રહી છે. હવે તેમની પૂર્વ પત્નીના આ સનસનીખેજ  આરોપીથી રાજનૈતિક ઉથલ પુથલ વધી શકે છે. વિપક્ષી દળોને ઈમરાન ખાન પર હુમલો કરવાનો વધુ એક મોકો મળી ગયો છે.

ઈમરાની પત્ની રેહમ ખાને કહ્યું કે, જમ્મૂ કશ્મીરમાં જે કાંઈ પણ થયું છે, તે પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાના પ્રયાસોનું પરિણામ છે. એક ઈન્ટર્વ્યૂમાં રેહમ ખાને કહ્યું કે, હું કહેવા ઈચ્છું છે કે કશ્મીરનો સોદો થઈ ગયો છે. કશ્મીર બનશે પાકિસ્તાન એ અમને શરૂઆતથી શીખવવામાં આવ્યું છે. રેહમનો આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રેહમે એવું પણ કહ્યું કે, જ્યારે ભારત સરકારે આર્ટિકલ 370 હટાવવાની ઘોષણા કરી ત્યારે તેમની ટીમના એક સભ્યએ તેમને ફોન કરીને કહ્યું હતું કે, મેડમ તમે જે કહ્યું કે તે સાચું પડી રહ્યું છે. મે તેને ત્યારે કહ્યું હતું કે પ્રાર્થના કરો કે આ સાચું ન હોય. રેહમે એવો પણ ઉલ્લેખ કર્યો કે, 'મે તમને ગયા વર્ષે ઑગસ્ટમાં શું કહ્યું હતું? કશ્મીર પર સોદો થશે? મોદીએ એ કર્યું જે તેમને કરવું જોઈતું હતું. તેમણે આર્ટિકલ 370 ખતમ કરવા માટે જનાદેશ સાથે જે કર્યું તે કર્યું, પણ તમારા વડાપ્રધાન ઈમરાન ખાને શું કર્યું? તેમણે આ મુદ્દા પર જ્યારે એક નીતિગત નિર્ણય લેવો જોઈએ, તેમણે કહ્યું કે હું જાણતો હતો કે તેઓ આવું કરવા જઈ રહ્યા છે. આ તો અમને બધાને ખબર હતી.'


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 01:21 PM IST | ઈસ્લામાબાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK