ભાઈએ જ બહેનનું ગળું કાપ્યું અને માથું હાથમાં લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યો

Published: 9th December, 2012 05:59 IST

કલકત્તામાં ઑનર કિલિંગની પ્રથમ ઘટનામાં એક સગા ભાઈએ લગ્નેતર સંબંધ બદલ પોતાની બહેનની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી એટલું જ નહીં, હત્યા બાદ બહેનનું માથું હાથમાં લઈને ભાઈ પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો.


પોલીસે કહ્યું હતું કે ‘મેહતાબ આલમ નામના ૨૯ વર્ષના ગાર્મેન્ટના વેપારીએ નીલોફર નામની તેની ૨૪ વર્ષની બહેનની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. બે સંતાનોની માતા નીલોફર એક રિક્ષાચાલક સાથે પ્રેમ થયા બાદ ભાગી ગઈ હતી.

શુક્રવારે આલમ કલકત્તાના અયુબનગરમાં આવેલા બહેનના ઘરે ગયો હતો અને તેને માર મારીને ઘરની બહાર ખેંચી લાવ્યો હતો અને એ પછી તેણે તલવારથી જાહેરમાં અનેક લોકોના દેખતાં નીલોફરની હત્યા કરી હતી. સ્થાનિક પોલીસે આ ઘટનાનું વર્ણન કરતાં કહ્યું હતું કે હત્યા બાદ આલમ પોતાની બહેનનું લોહી નીંગળતું માથું હાથમાં લઈને પોલીસ-સ્ટેશન આવ્યો હતો. પોલીસ સમક્ષ સરન્ડર કર્યા બાદ તેણે પાણી માગીને પીધું હતું. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે આલમ પોતાના કૃત્યને યોગ્ય ગણાવતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્નેતર સંબંધ બદલ નીલોફર આ સજાને પાત્ર હતી.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK