વિરારથી મોટરબાઇક પર તેમના પતિ સાથે દાદર તરફ જઈ રહેલી ૪૦ વર્ષની છાયા રાહુલ સોલંકી બીજી જાન્યુઆરીએ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામી હતી. સોમવારે છાયાના અકસ્માતમાં છુંદાઈ ગયેલા હાથમાં મલાડની તુંગા હૉસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. છાયાનો હૉસ્પિટલમાં સારવાર ખર્ચ અંદાજે ત્રણ લાખ રૂપિયાનો છે. લૉકડાઉનને કારણે બેકારી સામે સંઘર્ષ કરી રહેલા સોલંકીપરિવારની દુકાળમાં અધિક માસ જેવી હાલત થઈ ગઈ છે.
આ બાબતની માહિતી આપતાં રાહુલ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઇવે પર ટ્રાફિક હતો એથી અમે હાઇવે પર એક સાઇડમાંથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં ઊભરાતી ગટરના ગંદા પાણીમાં બાઇક સ્લિપ થઈ ગઈ હતી. અમે બન્ને બાઇક પરથી રોડ પર પડી ગયાં હતાં. મેં હેલ્મેટ પહેરી હોવાથી મને ફક્ત હાથમાં ફ્રૅક્ચર આવ્યું હતું, પરંતુ મારી વાઇફ છાયા બાઇક પરથી પડી જવાથી રોડ પર જ બેભાન થઈ ગઈ હતી. હજી મને કળ વળે એ પહેલાં જ પાછળ આવતી એક ટ્રકના પાછળના ટાયર છાયાના જમણા હાથ પર ફરી વળ્યા હતા જેમાં છાયાનો જમણો હાથ ચૂરેચૂરા થઈ ગયો હતો. તેના હાથમાંથી માંસના લોચા બહાર આવી ગયા હતા.’
હેલ્પ માટે સંપર્ક કરો
સોલંકીપરિવારને મેડિકલ સારવાર માટે હેલ્પ કરવા ઇચ્છતી સંસ્થાઓ અને વ્યક્તિઓ કૈલાશ સોલંકીના મોબાઇલ નંબર – 86983 41177 પર સંપર્ક કરી શકશે. તુંગા હૉસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડનો ઍક્સિસ બૅન્ક કરન્ટ અકાઉન્ટ નંબર - 573010200005074, બ્રાન્ચ મીરા રોડ, IFSC Code No. UTIB0000573, PAN NO- AADCT0486D.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST