કોલ્ડ વેવથી રાજ્ય ઠૂંઠવાયું, પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર

Published: Jan 17, 2020, 11:47 IST | Ahmedabad

હજી ૩ દિવસ કોલ્ડ વેવની અસરથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા: ૭ ડિગ્રી સાથે ગાંધીનગર બીજા ક્રમનું સૌથી ઠંડું શહેર

કોલ્ડવેવ
કોલ્ડવેવ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડા પવનથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ૧૦ શહેરમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે. અમદાવાદમાં ૯ ડિગ્રી સાથે સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. હજી ૪ દિવસ કોલ્ડ વેવની અસરોને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને રાજ્યનાં સૌરાષ્ટ્ર-કચ્છનાં ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ તેમ જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત રાજ્યના તમામ વિસ્તારો કાતિલ ઠંડીની લપેટમાં આવી જવાની શક્યતા છે.

અમદાવાદ સહિત ૧૦ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો. સમગ્ર રાજ્યમાં પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠડું શહેર બન્યું હતું. જ્યારે ૭ ડિગ્રી સાથે ગાંધીનગર બીજા ક્રમનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ૨૪ કલાકમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૪ ડિગ્રી ઘટીને ૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે ઠંડા પવનોની અસરોથી રાજ્યનાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને ૧૦થી ૧૪ ડિગ્રીની આસપાસ નોંધાતાં લોકો ઠંડીથી ઠૂંઠવાઈ ગયા હતા.

હવામાન ખાતાએ આગામી ૪ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. એમાં પણ આગામી ૪૮ કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચકાઈ શકે છે. ખાસ કરીને સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ્સ, પાનના ગલ્લાધારકો, રાતજગોની ટેવ ધરાવતા યુવાનો તાપણાં કરીને ઠંડી ઉડાડતા જોવા મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK