સુરેન્દ્રનગરઃ ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ, માતા-પુત્રી થયા ભડથું

સુરેન્દ્રનગર | Jun 22, 2019, 14:58 IST

ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ટીવીમાં બ્લાસ્ટ થતા માત-પુત્રીના મોત થઈ ગયા.

સુરેન્દ્રનગરઃ ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ, માતા-પુત્રી થયા ભડથું
ટીવીનો વપરાશ કરતા સમયે સાવધાન

જો તમારા ઘરમાં ટીવી હોય તો સાવધાન રહેવા જેવી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર પાસે આવેલા આનંદપુર ગામમાં આ ઘટના બની. જેમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી ગઈ અને તેનો ભોગ ઘરમાં હાજર માતા અને પુત્રી બની ગયા. ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે જે આગ લાગી એ એટલી પ્રચંડ હતી કે ઘરનો સામાન બળીના ખાક થઈ ગયો. બ્લાસ્ટના કારણે ઘરના નળિયા ઉડી ગયા. જ્યારે માતા અને પુત્રી જીવતા ભુંજાઈ ગયા.

બન્યું એવું કે રાત્રે માતા અને પુત્રી સુતા હતા ત્યારે ટીવી ચાલુ રહી ગયું હતું. અને બ્લાસ્ટ થયો. ટીવીમાં બ્લાસ્ટ થતા આગ લાગી અને માતા-પુત્રી તેનો ભોગ બન્યા. માતા-પુત્રીને હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત: શું તમે 111 વર્ષ જૂનો શોપિંગ મૉલ જોયો, જેનું ભાડું ફક્ત 70 રૂપિયા

ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા દરમિયાન વીજ પુરવઠામાં વધ-ઘટ થવાની અને વાયરમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ઘટના બાદ પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ઘટનાની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે જેથી આગનું સાચું કારણે સામે આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK