અમેરિકાથી લગ્નમાં આવેલી ગુમ કિશોરી ફેસબુક-ફ્રેન્ડ સાથે મુંબઈથી મળી આવી

Published: Feb 17, 2020, 12:04 IST | Surat

અમેરિકાથી આવેલી એનઆરઆઇ તરુણી પિતરાઈ ભાઈનાં લગ્ન પહેલાંના દાંડિયા-રાસનાં કાર્યક્રમમાંથી પરિવાર સાથે પરત આવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમેરિકાથી આવેલી એનઆરઆઇ તરુણી પિતરાઈ ભાઈનાં લગ્ન પહેલાંના દાંડિયા-રાસનાં કાર્યક્રમમાંથી પરિવાર સાથે પરત આવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ યુવાન કિશોરીને મુંબઈ ભગાડી ગયાની શંકા સાથે પોલીસની એક ટીમ ત્યાં પણ રવાના કરાઈ હતી. જે બાદ તપાસ કરાતાં પોલીસે તેના ફેસબુક મિત્ર સાથે મુંબઈ ખાતેથી ઝડપી પાડી છે.

પિતરાઈ ભાઈનાં લગ્ન પહેલાં પરિવાર સાથે સરથાણા જકાતનાકા વિસ્તારમાં પિતરાઈને ત્યાં દાંડિયા-રાસનો કાર્યક્રમ હોવાથી ગયા હતા. જ્યાંથી રાત્રે દોઢ વાગ્યે પરત આવ્યા બાદ તમામ સૂઇ ગયા હતા અને બીજા દિવસે સવારે લગ્નમાં જવાનું હોવાથી વહેલા ઊઠી ગયા હતા. તેમની ૧૬ વર્ષની પુત્રી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. જેથી તરત જ પરિવારે પુત્રીના મોબાઇલ પર વોટ્‌સએપ કોલ કર્યો હતો પરંતુ ફોન બંધ હોવાથી કોલ લાગ્યો નહોતો. જેથી સ્થાનિક વિસ્તાર ઉપરાંત સગાંસંબંધી અને મિત્રવર્તુળ ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર શોધખોળ કરી હતી પરંતુ કિશોરીનો કયાંય પત્તો મળ્યો ન હતો. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં ખબર પડી હતી કે આ કિશોરી છેલ્લાં બે વર્ષથી મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા અને ક્રિકેટના શોખીન એવા આશિષ ઉર્ફે એરોન વિજય ચુંજનાં સંપર્કમાં છે. વેલેન્ટાઈન હોવાથી આ યુવક સાથે હોવાની વિગત મળતા સુરત વરાછા પોલીસની એક ટીમે મુંબઈ ખાતે પહોંચીને આ બન્ને લોકોને ઝડપી પાડ્યાં હતાં. જે બાદ પોલીસે યુવાનને સુરત ખાતે લઈ આવીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK