સુરતમાં હિટ ઍન્ડ રનઃ ટેમ્પોએ બાઇકરને અડફેટે લેતાં મોત

Published: Dec 02, 2019, 09:25 IST | Surat

હાલ તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ અંગે પોલીસ ટેમ્પોચાલકને પકડવા માટે સીસીટીવીની અને સ્થાનિક લોકોની પૂછપરછ કરશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શહેરના ઉધના વિસ્તારમાં હરિનગર ૩ની પાછળના રોડ પર એક ટેમ્પોચાલકે બાઇકરને અડફેટે લીધો હતો, જેમાં બાઇકર અશોક જાધવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માત કર્યા બાદ ટેમ્પોચાલક ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના ઉધના વિસ્તારમાં આવેલા હરિનગરની આસપાસનો વિસ્તાર ઇન્ડસ્ટ્રિયલ છે, જેના કારણે અહીં મોટાં વાહનો પસાર થાય છે. હરિનગર ૩ની પાછળના રસ્તા પરથી અશોક જાધવ પોતાની બાઇક પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પાછળથી છોટા હાથી એટલે ટેમ્પો આવીને બાઇકને અડફેટે લઈને પૂરપાટ ઝડપે જતો રહ્યો. જે બાદ બાઇકર અશોકભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ અંગે પોલીસ ટેમ્પોચાલકને પકડવા માટે સીસીટીવીની અને સ્થાનિક લોકોની પૂછપરછ કરશે.

આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

તેમણે પોતાનો ગુસ્સો ઠાલવતાં કહ્યું કે અમે તંત્રમાં અવારનવાર રજૂઆત કરી છે કે અહીં ઇન્ડસ્ટ્રિયલ એરિયા છે તો મોટાં વાહનોની અવરજવર રહે છે. તેથી અહીં દબાણો હટાવીને રોડ મોટા કરાવો અને વચ્ચે ડિવાઇડર મુકાવો, પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. અનેક રજૂઆતો છતાં પણ કંઈ થઈ નથી રહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK