તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં પોલીસે બિલ્ડર સવજી પાઘડારની ધરપકડ કરી

Published: Jul 07, 2019, 10:37 IST | સુરત

બિલ્ડર સવજી પાઘડાર અમેરિકા ભાગી છૂટ્યો હતો આથી પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી. જોકે તે અમેરિકાથી પરત આવતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી કેટલાક આરોપીઓ ફરાર છે.

તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં પોલીસે બિલ્ડર સવજી પાઘડારની ધરપકડ કરી
તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં પોલીસે બિલ્ડર સવજી પાઘડારની ધરપકડ કરી

તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટના બાદ અમેરિકા ભાગી છૂટેલા બિલ્ડર સવજી પાઘડારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાથી પરત ફરતા જ સવજી પાઘડરની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ગેરકાયદે બાંધકામને લઈને પોલીસ દ્વારા સવજી પાઘડારની ધરપકડ કરવામાં આવી છે.

૨૪ મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં ૨૨ નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા હતા. આ દુર્ઘટનાના જવાબદાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ બિલ્ડર સવજી પાઘડાર અમેરિકા ભાગી છૂટ્યો હતો આથી પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી. જોકે તે અમેરિકાથી પરત આવતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી કેટલાક આરોપીઓ ફરાર છે.


આ પણ વાંચોઃ Surat Fire: સામાન્ય જનતાનો ફૂટ્યો ગુસ્સો, આવું કહે છે સુરતના લોકો

 તો બીજી બાજુ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગનો વહીવટ સંભાળતા પરબતભાઈ અકબરીની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને કેટલીક મહત્ત્વની માહિતી મળી છે. તપાસ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે, આ ગુનામાં ૧૧ની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજી આ ગુનામાં પાલિકાના નિવૃત્ત અધિકારી અને હાલ મનપાના વિજિલન્સ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ફરાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK