ગુજરાત : ધો. 10 અને ધો. 12 ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર

Updated: Dec 31, 2019, 17:12 IST | Gandhinagar

વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા દેનાર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત એજ્યુકેશન બોર્ડ
ગુજરાત એજ્યુકેશન બોર્ડ

વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા દેનાર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ પરીક્ષાઓ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વહેલી પૂર્ણ થશે.

પરીક્ષા માટે 26 નવા કેન્દ્રો મંજૂર
આ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા માટે 26 નવા પરીક્ષા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બિન સચિવાલયની પરીક્ષામાં થયેલા પેપરલીક કાંડમાં સંડોવાયેલી સ્કૂલોના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

મોબાઈલ પર પ્રતિબંધ અને પરીક્ષા ખંડો CCTVથી સજ્જ કરાશે
તેમજ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવા ઉપરાંત, મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર ઝેરોક્ષ મશીન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ નિયંત્રણ મૂકાયા છે. ખંડ નિરીક્ષકોને પણ પરીક્ષા શરુ થયાના એક કલાક પહેલા હાજર થઈ જવા ઉપરાંત, કોઈની પણ શેહ-શરમ કે દબાણમાં આવ્યા વિના ફરજ બજાવવાની તાકીદ કરાઈ છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK