Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બે દિવસ આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી

બે દિવસ આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી

05 August, 2019 08:48 AM IST | ગાંધીનગર

બે દિવસ આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદ


સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે-સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે.



૨૪ કલાકમાં ઉમરપાડામાં ૧૬.૫ ઇંચ


દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નોંધાયેલા વરસાદ મુજબ સુરતના ઉમરપાડામાં ૧૬.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. અનરાધાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.

આ પણ જુઓ : દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ, ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, જિંદગી જોખમમાં


દરમ્યાન ૨૪ કલાકમાં વરસેલા વરસાદ મુજબ રાજ્યના ૩૯ તાલુકામાં ૪થી ૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈ કાલે મધ્ય ગુજરાતના ખંભાતમાં પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. ખંભાતમાં ૨૪ કલાકમાં ૧૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ૨૪ કલાક દરમ્યાન ઓલપાડમાં ૧૩, વઘઈમાં ૧૨, માંગરોળમાં ૧૧.૫, વાંસદામાં ૧૧, વાપીમાં ૧૧, કપરાડામાં ૧૦.૫, ધરમપુરમાં ૧૦.૫, આણંદમાં ૧૦.૫, ધરમપુરમાં ૧૦.૫, પારડીમાં ૯.૫, ખેરગામમાં ૯, ડાંગમાં ૯, ડોલવનમાં ૮.૫ અને આહવામાં ૮.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2019 08:48 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK