દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ, ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, જિંદગી જોખમમાં

Updated: Aug 04, 2019, 15:12 IST | Bhavin
 • હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મેઘરાજાએ ધમરોળ્યો છે.

  હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મેઘરાજાએ ધમરોળ્યો છે.

  1/12
 •  ભારે વરસાદ પડવાના કારણે ક્વાંટની કરા નદી ગાંડીતૂર થઈ છે. નદીના પાણી કિનારાના ઘરોમાં ઘૂસતા લોકો મુસબીતમાં મૂકાયા છે.

   ભારે વરસાદ પડવાના કારણે ક્વાંટની કરા નદી ગાંડીતૂર થઈ છે. નદીના પાણી કિનારાના ઘરોમાં ઘૂસતા લોકો મુસબીતમાં મૂકાયા છે.

  2/12
 •  છોટાઉદેપુરમાં હેરણ અને ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા.

   છોટાઉદેપુરમાં હેરણ અને ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા.

  3/12
 • પરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના કારણે કાંઠા વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

  પરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના કારણે કાંઠા વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

  4/12
 • આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કપરાડામાં છેલ્લા 4 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

  આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કપરાડામાં છેલ્લા 4 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

  5/12
 • વલસાડમાં ઔરંગામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા કલેકટર સી.આર.ખરસાણે તાત્કાલિક એનડીઆરએફ ટીમને બોટ સાથે રવાના કરતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી

  વલસાડમાં ઔરંગામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા કલેકટર સી.આર.ખરસાણે તાત્કાલિક એનડીઆરએફ ટીમને બોટ સાથે રવાના કરતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી

  6/12
 • ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે લોકમાતા અંબિકા, કાવેરી, ખરેરા, પનિહારી અને વેંગણીયા નદી ગાંડીતુર બની હતી. ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે ગણદેવી ધમડાછા અમલસાડ માર્ગ, બીલીમોરા ગણદેવી આંતરિક જૂનો માર્ગ બંધ થયા હતા.

  ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે લોકમાતા અંબિકા, કાવેરી, ખરેરા, પનિહારી અને વેંગણીયા નદી ગાંડીતુર બની હતી. ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે ગણદેવી ધમડાછા અમલસાડ માર્ગ, બીલીમોરા ગણદેવી આંતરિક જૂનો માર્ગ બંધ થયા હતા.

  7/12
 • ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દેમાર વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહેતી થતા કેચમેન્ટ એરિયામાં આવતા અનેક ગામો જિલ્લા મથકે વિખૂટા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દેમાર વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહેતી થતા કેચમેન્ટ એરિયામાં આવતા અનેક ગામો જિલ્લા મથકે વિખૂટા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  8/12
 • નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ગણદેવીના ભાટ ગામ ખાતે 20 જેટલા લોકો ફસાઈ ગયા હતા.

  નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ગણદેવીના ભાટ ગામ ખાતે 20 જેટલા લોકો ફસાઈ ગયા હતા.

  9/12
 • જ્યાં એનડીઆરએફની ટીમ ન પહોંચી શકતા ભારતીય વાયુ સેનાના બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  જ્યાં એનડીઆરએફની ટીમ ન પહોંચી શકતા ભારતીય વાયુ સેનાના બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  10/12
 • નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાતા ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાઈ રહ્યા છે. ગણદેવીના ભાઠા ગામમાંથી 35 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 

  નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાતા ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાઈ રહ્યા છે. ગણદેવીના ભાઠા ગામમાંથી 35 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 

  11/12
 • ભારે વરસાદને કારણે ગણદેવીનું ભાઠા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યુ છે. જેને કારણે તેમાં લોકો ફસાયા હતા, તેમને બચાવવા માટે વડોદરાથી ખાસ કોસ્ટગાર્ડની ટીમ મોકલવામાં આવી હતી. 

  ભારે વરસાદને કારણે ગણદેવીનું ભાઠા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યુ છે. જેને કારણે તેમાં લોકો ફસાયા હતા, તેમને બચાવવા માટે વડોદરાથી ખાસ કોસ્ટગાર્ડની ટીમ મોકલવામાં આવી હતી. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK