વ્યારામાં વરસાદની આક્રમક બેટિંગ, 4 કલાકમાં 3 ઈંચ વરસાદ

તાપી | Jul 05, 2019, 12:08 IST

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર હજીય યથાવત્ છે. સુરતથી લઈ ડાંગ સુધી દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

વ્યારામાં વરસાદની આક્રમક બેટિંગ, 4 કલાકમાં 3 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર હજીય યથાવત્ છે. સુરતથી લઈ ડાંગ સુધી દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વ્યારામાં માત્ર 4 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તો બીજી તરફ નદીઓ બે કાંઠે વહી રહી છે

દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારામાં 3.5 ઈંચથી વઘુ વરસાદ પડ્યો છે. જ્યારે નિઝરમાં અડધો ઈંચ, સોનગઢમાં 2.5 ઈંચ, ઉચ્છલમાં 2 ઈંચ, વાલોડમાં 1.5 ઈંચ, ડોલવણમાં અડધો ઈંચ, કુકરમુંડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં સોથી વધુ વરસાદ ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી, વલસાડ અને ડાંગના જુદા જુદા વિસ્તારોમાં પણ સવારથી અત્યાર સુધીમાં સારો વરસાદ ખાબક્યો છે.

વ્યારામાં વરસાદનું આક્રમણ

તાપીના વ્યારામાં વરસાદની આક્રમક બેટિંગને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. માત્ર 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. વાહનવ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ Video: પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા

બીજી તરફ ભારે વરસાદને કારણે નદી નાળા છલાકાવાથી ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે.તાપી જિલ્લામાં આવેલી તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા અને ઝાખરી નદીમાં વરસાદી નવા નીર આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં અંબિકા, ખરેરા, કાવેરી અને તળાવો, કોતરોમાં નવા નીર આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK