Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Video: પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા

Video: પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા

05 July, 2019 11:02 AM IST | પંચમહાલ

Video: પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા

આવ રે વરસાદ

આવ રે વરસાદ


યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વરસ્યો છે. ડુંગર પર ભારે વરસાદ પડતાં શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ભારે વરસાદને પગલે ડુંગરથી નીચે તરફ પગથિયાં પર નદીઓ વહી હતી. વરસાદના પગલે સાત કમાન પાસે નવો બનાવેલ રોડ તૂટ્યો છે જેના કારણે વાહનચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વરસાદના સમયે રોપવે બંધ કરવાની ફરજ પડી છે.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર થઈ ચૂકી છે. હાલમાં હાલોલ, પાવાગઢ સહિતના પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પણ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ડુંગર પર નવનિર્મિત રોડ તૂટ્યો હતો. સાત કમાન પાસે બનાવેલો રોડ વરસાદના કારણે તૂટી ગયો હતો. વરસાદના કારણે ડુંગર પર કેટલાક યાત્રીઓ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.



ભારે વરસાદના કારણે પાવાગઢના ડુંગરથી નીચે તરફ આવતાં પગથિયાં પર પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. વરસાદી પાણીના ભારે પ્રવાહથી પાવાગઢમાં ચાલતા વિકાસકાર્યને પણ અસર પહોંચી છે. વહેલી સવારે પડેલ ભારે પવન સાથેના વરસાદને લઈ થોડા કલાકો માટે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. હાલમાં રાબેતા મુજબ રોપ-વે શરૂ કરાયો છે તો ચાલતા જતા યાત્રાળુઓ પગથિયાંમાં પાણીના ભારે પ્રવાહને લઈ જોખમ લઈ રહ્યા છે.



અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વરસાદ વચ્ચે શામળિયાની રથયાત્રા નીકળી હતી. મંદિર-પરિસરમાં ભગવાને દર્શન આપ્યાં હતાં. ભગવાનનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ સિવાય નેશનલ હાઇવે ઉપર પણ પાણી ભરાયાં હતી.

રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ગઈ કાલના સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મિલીમીટર, મેઘરજમાં ૬૧ મિલીમીટર, સુરત શહેરમાં ૫૯ મિલીમીટર અને મેંદરડામાં ૫૦ મિલીમીટર મળી કુલ ચાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : અમદાવાદઃ142મી રથયાત્રા થઈ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, રથ પરત ફર્યા નિજમંદિર

અમદાવાદના રથયાત્રાના રૂટમાં કેટલીક જગ્યાએ અમી છાંટણાં થયાં હતાં. તો પશ્ચિમ અમદાવાદના એસજી હાઇવે, વેજલપુર, સોલા સહિતના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો સાથે-સાથે મધ્ય ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. જાંબુઘોડામાં સવાબે ઇંચ, ગોધરામાં સવા ઇંચ, ઘોઘબમાં પોણાબે ઇંચ, પંચમહાલ શહેરમાં ૧૩ મિલીમીટર, કાલોલમાં ૧૧ મિલીમીટર, મોરવામાં ૧૧ મિલીમીટર વરસાદ પડ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 11:02 AM IST | પંચમહાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK