Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Election 2021: ચૂંટણીની ઘોષણા સાથે કૉન્ગ્રેસમાં પડ્યા ભાગલા

Gujarat Election 2021: ચૂંટણીની ઘોષણા સાથે કૉન્ગ્રેસમાં પડ્યા ભાગલા

27 January, 2021 11:27 AM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat Election 2021: ચૂંટણીની ઘોષણા સાથે કૉન્ગ્રેસમાં પડ્યા ભાગલા

કૉન્ગ્રેસનો ઝંડો

કૉન્ગ્રેસનો ઝંડો


ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની ઘોષણા થતા કૉન્ગ્રેસમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લા અને તાલુકા સ્તરના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. કૉન્ગ્રેસે છત્તીસગઢના મંત્રી તમ્રધ્વજની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે, પરંતુ તે પહેલા જ ટિકિટને લઈને માથાકૂટ થઈ ગઈ હતી. કૉન્ગ્રેસ નવા નેતાઓને ટિકિટ આપતા પહેલા પાર્ટી નહીં છોડશે તે માટે સોગંદનામું લેશે.

ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં કૉન્ગ્રેસને મજબૂત કરવા માટે લાંબા સમયથી સક્રિય છે પરંતુ જિલ્લી અને તહસીલ સ્તર પર કૉન્ગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગ્રહ જિલ્લા અમરેલીમાં બે દિવસ પહેલા ઘણા સ્થાનિક કૉન્ગ્રેસી નેતાઓએ પક્ષ ફરેવી લીધો હતો. તેમ જ મંગળવારે બોટાદ અને વડોદરામાં ઘણા સ્થાનિક નેતાઓએ કૉન્ગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા.



બોટાદ ભાજપ જિલ્લા પ્રમુખ ભીખુભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન સક્રિય ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ કહે છે કે આંદોલન અનામતની માંગને લઈને તથા કેન્દ્ર સરકાર પાસેથી 10 ટકા અનામત પણ મળી ચૂક્યું છે.


વડોદરામાં મહિલા કૉન્ગ્રેસ નેતા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા. જોકે કૉન્ગ્રેસે છત્તીસગઢના મંત્રી તમ્રધ્વજ સાહુને ગુજરાતમાં ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે, પરંતુ તેમના આગમન પૂર્વે ટિકિટની માંગણી કરતા નેતાઓ અને કાર્યકરોમાં માથાકૂટ શરૂ થઈ ગઈ છે. રાજકોટ અને અમદાવાદમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસ નેતા ટિકિટનો દાવો કરી રહ્યા છે. અમદાવાદમાં કૉન્ગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મહાનગર પાલિકાની ચૂંટણીમાં સમર્થકોનું નામ લેતા તેમના નામનો દાવો કર્યો છે. તેમ છતાં કૉન્ગ્રેસ અધ્યક્ષ અમિતા ચાવડાનું કહેવું છે કે નાગરિક ચૂંટણી યુવાનો અને મહિલાઓને વધુ તકો આપવામાં આવશે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાતના વિવિધ શહેરોમાં મંગળવારને ટેક્ટર રેલી યોજવામાં આવી હતી. કૉન્ગ્રેસ ધારાસભ્યા લલિત વસોયા ટ્રેક્ટરમાં સવાર ધ્વજ ફરકાવવા પહોંચ્યા હતા. તેમ જ જામજોધપુરમાં 100 કરતા વધારે ટ્રેક્ટર રેલીને પોલીસે રોકી દીધી હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ બુધવારે રાજકોર્ટમાં ખેડૂત સમ્મેલન યોજાશે. કૉન્ગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રભારી સાંસદ રાજીવ સાતવ, નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને કિસાન કૉન્ગ્રેસના અધ્યક્ષ સહિત ડઝનેક કૉન્ગ્રેસ નેતા તેમાં ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2021 11:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK