સિંહદર્શન માટે ઑનલાઇન બુક કરનાર ચેતે : વનવિભાગે 6 ફેક વેબસાઇટ પકડી

જૂનાગઢ | Jul 10, 2019, 08:35 IST

એશિયાટિક લાયન જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો ગીર આવે છે ત્યારે હવે સિંહદર્શન માટે ઑનલાઇન બુકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારે બહારના પર્યટકો ઑનલાઇન બુકિંગનો સહારો લેતા હોય છે.

સિંહદર્શન માટે ઑનલાઇન બુક કરનાર ચેતે : વનવિભાગે 6 ફેક વેબસાઇટ પકડી
સિંહદર્શન માટે ઑનલાઇન બુક કરનાર ચેતે

એશિયાટિક લાયન જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો ગીર આવે છે ત્યારે હવે સિંહદર્શન માટે ઑનલાઇન બુકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારે બહારના પર્યટકો ઑનલાઇન બુકિંગનો સહારો લેતા હોય છે. જોકે પર્યટકો માટે ખાસ ચેતવા જેવું છે, કારણ કે વન વિભાગે આવી ફેક ૬ જેટલી વેબસાઇટ પકડી પાડીને એની સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં કુપોષણના ચોંકાવનારા આંકડા જાહેર થયા

આ વિશે ગીર પશ્ચિમ વિભાગના ડીસીએફ ધીરજ મિત્તલે જણાવ્યું કે ગીરમાં રાતના સમયે માત્ર ૯૯૯ રૂપિયામાં સિંહ સાથે ચાલવાની ઑફર કરતી લોભામણી જાહેરાત મૂકીને પર્યટકોને છેતરનાર ભાલછેલમાં આવેલા ગીર રિસૉર્ટ પ્રાઇડના સંચાલક મહેન્દ્રસિંહ સોલંકી સામે બે દિવસ પહેલાં ગુનો નોંધાયા બાદ આ વિશે વનવિભાગે વધુ તપાસ કરતાં ગૂગલ પર પર્યટકોને ચીટિંગ કરતી અનેક ફેક વેબસાઇટ મળી છે.

જેમાં સિંહદર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવા માટે ગુજરાત સરકારની એકમાત્ર સાઇટ હોવા છતાં ૬ વેબસાઇટ એવી મળી જે ફેક છે. a ઑનલાઇન બુકિંગ શક્ય જ નથી છતાં વેબસાઇટ શરૂ કરનાર પર્યટકોને ફુલ પૅકેજ આપીને રકમ લેતા હોય છે. આવી વેબસાઇટ જેમ કે ગીર નૅશનલ પાર્ક.ઇન, સાસણ ગીર નૅશનલ પાર્ક.કૉમ, ગીર નૅશનલ પાર્ક ઑનલાઇન.ઇન, ગીર જંગલી સફારી.કૉમ, ગીર ફૉરેસ્ટ.ઇન, નાઝ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ સાસણ ગીર ઇન નામની ૬ વેબસાઇટ સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આવી છે. આના પરથી ઑનલાઇન બુકિંગ કરાવતાં પહેલાં ગવર્નમેન્ટ સાઇટ ઓળખીને જ બુકિંગ કરાવવા જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK