Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત વિધાનસભામાં કુપોષણના ચોંકાવનારા આંકડા જાહેર થયા

ગુજરાત વિધાનસભામાં કુપોષણના ચોંકાવનારા આંકડા જાહેર થયા

10 July, 2019 08:21 AM IST | ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં કુપોષણના ચોંકાવનારા આંકડા જાહેર થયા

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભા


રાજ્યમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા જાહેર થતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં હાલમાં ૧,૪૨,૧૪૨ બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે, જ્યારે અતિઓછું વજન ધરાવતાં બાળકોની સંખ્યા ૨૪,૧૦૧ છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સૌથી વધુ બાળકો કુપોષણનો શિકાર દાહોદ જિલ્લામાં બન્યાં છે. દાહોદ જિલ્લામાં ૧૪,૧૯૧ બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે.

ગામડાઓ કરતાં મહાનગરમાં કુપોષણની સ્થિતિ વધુ ચિંતાજનક છે. રાજ્યના મહાનગરમાં અમદાવાદમાં ૧૯૨૫ બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે તો સુરતમાં ૫૩૧૮, રાજકોટમાં ૩૦૨૧, વડોદરામાં ૬૧૫૪ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. મહાનગરની સ્થિતિ પણ ચિંતાજનક છે. એક બાજુ સરકાર ‘મિડ-ડે મીલ’ જેવા કાર્યક્રમ ચલાવીને બાળકોને પૂરતું પોષણ આપવાનો દાવો કરે છે, પરંતુ રાજ્યના કુપોષણના આંકડા ચિંતાજનક છે.



ગુજરાત વિધાનસભામાં પ્રશ્નાવલિ દરમ્યાન આંકડાઓ સામે આવ્યા છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના આંકડા સરકારના વિકાસની વાતોના દાવા ખુલ્લા પાડે છે. નર્મદા જિલ્લામાં ૧૨૬૬૭ બાળકો કુષોણનો શિકાર છે. આદિવાસી વિસ્તારોમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. જોકે આ રેસમાં મહાનગરો પણ બાકાત નથી. શહેરોમાં સૌથી વધુ વડોદરામાં બાળકો કુપોષિત છે.


આ પણ વાંચો : મમ્મી-દીકરી ઍક્ટિવા અને બાઇક રાઇડ કરી અમદાવાદથી ખારદુંગ લા પહોંચ્યાં

રાજ્ય સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં છે. દાહોદમાં ૧૪,૧૯૧ બાળકો કુપોષિત છે, જ્યારે રાજ્યમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા આણંદમાં ૬૦૨૬, વલસાડમાં ૧૫૮૨, કચ્છમાં ૨૪૧૪, પાટણમાં ૪૩૩૪, બનાસકાંઠામાં ૬૦૭૧, મહેસાણામાં ૧૨૪૮, ખેડામાં ૭૦૨૧, મહિસાગરમાં ૪૦૯૮, અમરેલીમાં ૨૨૩૬, બોટાદમાં ૭૫૮, જામનગરમાં ૨૭૦૪, દેવભૂમિ દ્વારકામાં ૧૬૧૮, અમદાવાદમાં ૧૯૨૫, ગાંધીનગર‍માં ૪૨૬૫, સાબરકાંઠામાં ૭૭૯૭, અરવલ્લીમાં ૩૫૫૧, છોટા ઉદેપુરમાં ૭૦૩૧, નર્મદામાં ૧૨,૬૭૩, સુરેન્દ્રનગરમાં ૫૫૪૯, ભરૂચમાં ૩૫૬૦, નવસારીમાં ૧૩૨૧, દાહોદમાં ૧૪,૧૯૧, પંચમહાલમાં ૬૧૫૬, જૂનાગઢમાં ૨૨૭૮, પોરબંદરમાં ૪૬૯, તાપીમાં ૩૧૯૪, ડાંગમાં ૩૩૨૪, મોરબીમાં ૧૪૩૮, રાજકોટમાં ૩૦૨૧, ગીર-સોમનાથમાં ૧૦૭૬, ભાવનગરમાં ૭૦૪૧, વડોદરામાં ૬૮૫૪ અને સુરતમાં ૫૩૧૮ બાળકો કુપોષિત છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 08:21 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK