ચોટીલાઃ પ્રેમી યુગલે ખાધો ફાંસો- યુવતીનું મોત, બચી ગયેલો યુવાન ફરાર

Published: Jun 11, 2019, 16:48 IST | ચોટીલા

રાજકોટ પાસે આવેલા ચોટીલામાં એક અજબ ઘટના સામે આવી છે. જેમાં પ્રેમી યુગલે એકસાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ યુવક બચી ગયો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જેની સાથે તમે સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય અને એ જ તમને દગો આપે તો? ચોટીલામાં કાંઈક આવું જ બન્યું. પ્રેમમાં નિષ્ફળતા મળવાના ડરથી પ્રેમી યુગલે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પણ થયું એવું કે યુવતીનું મોત થઈ ગયું અને યુવકે જે દુપટ્ટાથી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો તે દુપટ્ટો નીકળી જતા યુવક બચી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા ગામની છે. જેની સીમમાં પ્રેમી યુગલ વૃક્ષ સાથે દુપટ્ટો બાંધીને લટકી ગયું. જેમાં યુવતીનું મોત થયું. પણ યુવકનો દુપટ્ટો નીકળી જતા તે બચી ગયો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો.

આ પણ વાંચોઃ 'વાયુ'ને કારણે રાજકોટની સ્કૂલોમાં 13 તારીખે રજા જાહેર, NDRF તૈનાત

સ્થાનિકોએ યુવતીનો મૃતદેહ વૃક્ષ પર લટકતો જોઈ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે પણ ઘટનાની તપાસ હાથ ઘરી છે. પોલીસ હાલ યુવતીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK