Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે 70 કિલોમીટર વધી જશે અમદાવાદની સરહદ, આ ગામોનો થશે સમાવેશ

હવે 70 કિલોમીટર વધી જશે અમદાવાદની સરહદ, આ ગામોનો થશે સમાવેશ

28 November, 2019 02:36 PM IST | Ahmedabad

હવે 70 કિલોમીટર વધી જશે અમદાવાદની સરહદ, આ ગામોનો થશે સમાવેશ

અમદાવાદ મહાનગરપાલિકા

અમદાવાદ મહાનગરપાલિકા


હવે બોપલ-ઘુમા મહાનગર પાલિકાનો અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવશે. આ નવા સીમાંકન માટે સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. જેનાથી અમદાવાદનો વિસ્તાર હવે 70 કિલોમીટર વધી જશે. અત્યાર સુધીમાં 50 ગામો શહેરમાં સમાવવામાં આવી ચુક્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાપી સમિતિના અધ્યક્ષ અમુલ ભટ્ટે જણાવ્યું કે હાલ શહેરનો વ્યાપ 464 વર્ગ કિમી ક્ષેત્રમાં છે. નવા સીમાંકન માટે રાજ્ય સરકારને મોકલેલા પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તે વધીને 500થી વધુ વર્ગ કિમી સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે અમદાવાદ માટે નવા સીમાંકનમાં ઝડપથી વિકાસ પામી રહેલા બોપલ-ઘુમા, નાના ચિલોડા, કઠવાડા, ઝુંડાલ, કોટેશ્વર, ભાટ ગામ, અમીયાપુર ગામ, રિંગરોડ વચ્ચે આવતા ખોરજ, ખોડિયા, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીય, રણાસણ, સુઘડ ગામ સામેલ થઈ જશે.

તેમના પ્રમાણે, આ ક્ષેત્રોમાં મહાનગરપાલિકામાં સામેલ થવાથી ત્યાંની પ્રાથમિક સમસ્યાઓનું સમાધાન આવી જશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના નવા સીમાંકન પ્રસ્તાવના પસાર કર્યા બાદ હવે તેને રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યો છે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ આ મામલે સૂચના જાહેર કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે. વિપક્ષ કોંગ્રેસનો આરોપ છે કે 15 વર્ષાના શાસનમાં જનતાની હાલત ખરાબ થઈ છે. શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી. લોકોને હજુ પણ ટેંકરથી પાણી આપવામાં આવે છે. ગટરની સુવિધાનો અભાવ છે. રસ્તાઓની હાલત ખરાબ છે. જગ્યાએ જગ્યાએ ગંદકી છે. 2020માં મહાનગર પાલિકાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. ભાજપને આ વખતે હાર નિશ્ચિત લાગી રહી છે. જેથી તેઓ શહેરના સીમાંકનનો રાજનૈતિક ફાયદો ઉઠાવવાનું કામ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 02:36 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK