સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ, ૩નાં મોત

Published: Dec 03, 2019, 08:46 IST | Amreli

ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં જેમાં એક ૮ માસના દીકરા સહિત પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમરેલીના નાના ભંડારિયા ગામ પાસે મારુતિ-સુઝુકી સ્વિફ્ટ કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. તમામ કારમાં સવાર થઈને અમરેલીથી કુકાવાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાળ તેમને ભરખી ગયો હતો. નાના ભંડારિયા ગામ નજીક કારના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર રસ્તાની બાજુમાં એક ઝાડ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં જેમાં એક ૮ માસના દીકરા સહિત પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

અમરેલીના નાના ભંડારિયા ગામે થયેલા અકસ્માતમાં ભોગ બનનાર મરનારમાં ગૌરાંગભાઈ કાનપરિયા (ઉં.વ. ૩૮), કનકબેન ગૌરાંગભાઈ કાનપરિયા (ઉં.વ. ૩૮) અને આઠ મહિનાના મિહિર ગૌરાંગભાઈ કાનપરિયાનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલી કારનો નંબર જીજે૧૪એએ-૦૮૦૮ છે. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં કારચાલકને ઝાકળ નડ્યું કે પછી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો એ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. કારની ઝડપ વધારે હોવાથી કારના આગળના ભાગને પૂરી રીતે નુકસાન પહોંચ્યું છે અને બોનેટનો ભાગ ભૂકો થઈ ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK