Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > માત્ર દંડ નહીં, કાયમી સૉલ્યુશન શોધો અને દંડની રકમની હેલ્મેટ આપોઃહાર્દિક

માત્ર દંડ નહીં, કાયમી સૉલ્યુશન શોધો અને દંડની રકમની હેલ્મેટ આપોઃહાર્દિક

07 November, 2019 09:08 AM IST | Ahmedabad

માત્ર દંડ નહીં, કાયમી સૉલ્યુશન શોધો અને દંડની રકમની હેલ્મેટ આપોઃહાર્દિક

હાર્દિકનું સરકારને સૂચન

હાર્દિકનું સરકારને સૂચન


કૉન્ગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર અનામત માટે લડત પર ઉતરેલા હાર્દિક પટેલે ગઈકાલે કેન્દ્ર સરકારને હડફેટે લેતાં કહ્યું હતું કે સરકારને તિજોરી ભરવામાં રસ છે, હેલ્મેટના કાયદાનો પણ એવો જ ઉપયોગ કરવામાં આવે છે. હાર્દિક પટેલે કહ્યું હતું, ‘માન્યું કે સરકાર પ્રજાની ચિંતા કરે છે તો સરકાર માત્ર દંડ શું કામ વસુલ્યા કરે છે. હેલ્મેટનો કાયમી રસ્તો કાઢેને. તિજોરી ભરવાની બંધ કરે અને પાંચસોનો દંડ સાતસો કરીને દંડના બદલામાં હેલ્મેટ આપી દે, પ્રજાને હેલ્મેટમાંથી છૂટકારો પણ મળી જશે અને હેલ્મેટ પહેરવાનું પણ યાદ રહેશે.’

આ પણ જુઓઃ બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ



હાર્દિકે કહ્યું હતું કે બીજેપી સરકાર દંડના નામે ભક્તિ ચલાવે છે, એ બંધ થવી જોઈએ. હાર્દિક કહે છે, ‘સો-બસ્સો રૂપિયાનો દંડ લઈ લે અને બાકીની રકમમાંથી હેલ્મેટ આપશે તો નાના માણસોની મુશ્કેલી પણ હળવી થશે અને સરકારનો ઈરાદો પણ ક્લિઅર થશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 09:08 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK