સ્માર્ટ સિટી રૅન્કિંગમાં અમદાવાદ દેશનું નંબર વન શહેર બન્યું

Published: Apr 07, 2020, 09:56 IST | Agencies | Ahmedabad

અમદાવાદ સ્માર્ટ સિટી રૅન્કિંગમાં દેશનું નંબર વન શહેર બની ગયું છે. કુલ ૧૦૦ શહેરની જે યાદી જાહેર કરવામાં આવી એમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ગુજરાતમાં એક તરફ કોરોના વાઇરસનો કેર ચાલી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૧૪૪ કેસ સામે આવ્યા છે એમાં ૫૦ ટકા કરતાં પણ વધારે ૬૪ કેસ અમદાવાદમાં છે. આમ ગુજરાતમાં કોરોના વાઇરસનું હબ બની ગયેલા અમદાવાદ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. અમદાવાદ સ્માર્ટ સિટી રૅન્કિંગમાં દેશનું નંબર વન શહેર બની ગયું છે. કુલ ૧૦૦ શહેરની જે યાદી જાહેર કરવામાં આવી એમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આપી છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સ્માર્ટ સિટીની યાદી જાહેર કરે છે. શહેરમાં સ્વચ્છતા, રસ્તાઓ, પાણી, ગટર લાઇનો, સ્ટ્રીટ લાઇટો, સુરક્ષા જેવાં અનેક પાસાંઓના આધારે દેશનાં ૧૦૦ શહેરોનું રૅન્કિંગ તૈયાર કરવામાં આવે છે જેમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. વિજય નેહરાએ કહ્યું કે હાલમાં કોરોનાને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોરોના સામેની લડતમાં સ્માર્ટ સિટીની આગવી ભૂમિકા છે. તેમણે કહ્યું કે ૩૦૦૦ કરતાં વધુ સીસીટીવી કૅમેરા શહેર પર બાજનજર રાખી રહ્યા છે. પોલીસ પણ લૉકડાઉનને સફળ બનાવવા માટે કાર્ય કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK