પેટ્રોલ-ડીઝલ પર વેરાપેટે નાગરિકો પાસેથી 14 હજાર કરોડ વસૂલાયા

અમદાવાદ | Jul 09, 2019, 10:30 IST

રાજ્ય સરકારે ૨૦૧૭-૧૮માં પેટ્રોલ પર વૅટ અને સેસ પેટે ૩૯૯૧.૨૦ કરોડ અને ડીઝલ પર વૅટ અને સેસ પેટે ૮૮૮૩.૬૩ કરોડની આવક મેળવી છે, જે કુલ ૧૨,૭૭૪.૮૩ કરોડ છે.

પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલ-ડીઝલ

રાજ્ય સરકારે ૨૦૧૭-૧૮માં પેટ્રોલ પર વૅટ અને સેસ પેટે ૩૯૯૧.૨૦ કરોડ અને ડીઝલ પર વૅટ અને સેસ પેટે ૮૮૮૩.૬૩ કરોડની આવક મેળવી છે, જે કુલ ૧૨,૭૭૪.૮૩ કરોડ છે. આ પ્રમાણે ૨૦૧૮-૧૯માં પેટ્રોલ અને ડીઝલ પર સરકારે ૧૪૦૦૧.૩૦ કરોડની કરની આવક મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષના બે મહિનામાં જ સરકારને પેટ્રોલ-ડીઝલ પર ૨૨૮૭.૪૯ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકાર આ વર્ષે નાગરિકોને પેટ્રોલ અને ડીઝલમાં રાહત માટે અેને ૧૮ ટકા જીએસટીના સ્લૅબમાં લાવે. એમાં જીએસટી લાગુ કરે તો નાગરિકોને વાર્ષિક ૩ ટકા જેટલી કરરાહત મળે અેમ એવું કૉન્ગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી-પીએનજી પર લેવાયેલા વેરા વિશેનો પ્રશ્ન પૂછ્યો હતો; જે બાબતે શેખે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુજરાતમાં જીએસટી લાગુ કરી દીધો છે; પણ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી-પીએનજી પર આજેય વૅટ અને સેસ વસૂલી કરોડો રૂપિયાનો બોજ ઝીંકાઈ રહ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીને પણ જીએસટીના દાયરામાં લાવવા જોઈએ.

આ પણ વાંચો : આ પંચમુખી પપૈયું જશે સોમનાથ મહાદેવના ચરણોમાં

એના બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં જીએસટી લાગુ કરવો જોઈએ, જે માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરવી જોઈએ. ગુજરાતના નાગરિકો પેટ્રોલ અને ડીઝલ પર ૨૧ ટકા, જ્યારે સીએનજી-પીએનજી પર ૧૫ ટકા કર આપે છે જે બોજારૂપ છે અને એમાં સરકારે રાહત આપવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK